ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની વીરભૂમી ફાગવેલમાં શૌર્યધામનું નિર્માણ થશે
તમામ સમાજના લોકો માટે ઉપયોગી બનશે
(પ્રતિનિધિ)નડિયાદ, ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની વીરભૂમી ફાગવેલમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાનો પાયો નંખાઇ રહ્યો છે. સમાજના સર્વાંગી વિકાસ માટેની વિવિધ પ્રકારની તાલીમ આપતી સંસ્થાના નિર્માણમાં ગુજરાતના પ્રબુદ્ધ આગેવાનો અને કાર્યકર્તાઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા (બાપુ) ના જન્મદિને ફાગવેલ ખાતે એકત્ર થઇને સંસ્થા નિર્માણનો લાભ લીધો હતો.
આદર્શ નાગરિક વડે જ આદર્શ નિર્મામ થઇ શકે એ હેતુથી ફાગવેલમાં શૈક્ષણીક ધામ વહેલી તકે નિર્માણ પામે એવો ઉત્સાહ સભામાં જોવા મળ્યો હતો. શંકરસિંહજી બાપુ દ્વારા એકત્રીત કરાયેલા એક કરોડ રૂપીયાના દાનનો ચેક શૌર્યધામ સંસ્થાને અર્પણ કર્યો હતો.
સંસ્થા દ્વારા પૂ.બાપુ તથા જે પણ વ્યક્તિએ ઉદારહાથે દાન આપ્યું તે તમામ દાતાઓનો સંસ્થાએ આભાર માન્યો હતો. શૌર્યધામ નિર્માણ અર્થે ઉજવાયેલા પૂર્વ મુખ્યમંત્રીના જન્મદિને ખૂણેખૂણેથી પધારેલા ભાઇ-બહેનો કાર્યકર્તાઓ દાતાઓનો સંયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ શૌર્યધામ ના પ્રમુખ ભારતસિંહ પરમાર એ જણાવ્યું હતું કે લોકોના સાથ સહકારની આવનાર સમયમાં નિર્માણ પામનાર આ શૌર્યધામ વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર યુવાનો માટે મહત્વનું બની જશે અહીંયા વ્યસનમુક્તિ સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે જે સમાજ ઉપયોગી બનશે કોઈ જાતના ભેદભાવ વગર અહીંયા તમામ સમાજના લોકોને લાભ મળશે.