“હમ આપકે હૈ કૌન”માં રઝિયા બેગમની પ્રભાવશાળી પાત્ર ભજવવાનો મોકો મળ્યો હતોઃ હિમાની શિવપુરી
“હમ આપકે હૈ કૌન”માં રઝિયા બેગમની પ્રભાવશાળી પાત્ર ભજવવાનો મોકો મળ્યો હતોઃ હિમાની શિવપુરી
કટોરી અમ્મા ઉર્ફે હિમાની શિવપુરી સફળતાનો તેને માટે શું અર્થ છે તે વિશે વાત કરે છે
એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા તરીકે હાલમાં જોવા મળતી હિમાની શિવપુરી અનેક વિક્રમી બ્લોકબસ્ટર્સમાં ભૂમિકા ભજવવા માટે ઓળખાય છે. તેણે ઉત્તમ અભિનયથી દુનિયાભરના દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની બેજોડ અભિનય શક્તિથી તેના ઘણા ચાહકો બન્યા છે અને લાખ્ખોનાં મન જીત્યાં છે. Katori Amma, aka Himani Shivpuri, talks about what success means to her
એક મજેદાર વાર્તાલાપમાં અભિનેત્રીએ કળા સ્વરૂપ માટે તેના ઊંડા લગાવ વિશે જોશભેર વાતો કરી અને કલાકાર તરીકે તેને માટે શું અર્થ છે તે સફળતા વિશે પણ મહત્ત્વપૂર્ણ વાતો કરી.
કારકિર્દી તરીકે અભિનય પસંદ કરવાનું શું નિમિત્ત હતું?
ઉત્તરાખંડમાં હું ડૂન સ્કૂલમાં હતી ત્યારે ડ્રામા પ્રત્યે મને લગની જાગી હતી અને હું રંગમંચની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લેતી હતી. કેમિસ્ટ્રીમાં મારી એમએસી દરમિયાન અમારી કોલેજમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) દ્વારા વર્કશોપ હાથ ધરાયો હતો. તે સમયે મને કારકિર્દીનું ભાન થયું અને હું ખરેખર અભિનયમાં કારકિર્દી ઘડવા માગતી હતી. તેને લઈ મેં પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હાજરી આપવાનું શરૂ કર્યું, જે અભિનેત્રી તરીકે મારા પ્રવાસનો આરંભ હતો.
કલાકાર તરીકે સફળતાની અંગત રીતે વ્યાખ્યા કઈ રીતે કરે છે?
મારે માટે અસલી સફળતા દર્શકો પાસેથી કલાકારને મળતા પ્રેમ અને સરાહનામાંથી ઉદભવે છે. પરફોર્મર તરીકે અમે અમારા દર્શકોને મંત્રમુગ્ધ અને મોહિત કરવા ભાર આપીએ છીએ અને તેઓ સરાહના સાથે પ્રતિસાદ આપે ત્યારે તે નોંધપાત્ર સિદ્ધિ બની જાય છે. સફળતા લોકો સાથે જોડાવાની અને આપણી કળા અને કામ થકી તેમના મનને સ્પર્શવું તે છે.
તને અભિનયનું કયું પાસું સૌથી મનોરંજક લાગે છે?
મારા વિચારમાં અન્યોને જકડી રાખવાની ક્ષમતા બહુ મહત્ત્વપૂર્ણ છે. કલાકાર તરીકે મને ટેલિવિઝન, રંગમંચ, સ્ટ્રીમિંગ સર્વિસીસ અને સોશિયલ મિડિયા જેવાં વિવિધ મંચોમાં મારી કળા થકી મારા દર્શકોને પ્રેરિત કરવાની તક મળે તે બહુ ગૌરવજનક લાગે છે. મારો પરફોર્મન્સ પ્રેરણા જગાવી શકે છે અને મારા કામ સાથે સંકળાયેલાના જીવનમાં પ્રભાવ પાડી શકે તે જાણીને સંતોષ થાય છે.
તારી કારકિર્દીમાં કઈ ભૂમિકા તારી આજ સુધીની સૌથી ફેવરીટ રહી છે?
આ પ્રશ્નનો જવાબ આપવાનું પડકારજનક છે, કારણ કે પડદા પર કે રંગમંચમાં હું લાવી છું તે દરેક પાત્રોમાં ભાવનાત્મક મહત્ત્વ છે. જોકે તેમાંથી જૂજ મારા ફેવરીટનો ઉલ્લેખ કરવાની ખુશી થશે. આવું એક નોંધપાત્ર પાત્ર ફિલ્મ હમરાહીમાં દેવકી ભૌજાઈનું છે, જેમાં હું ઊંડાણથી ભરચક પાત્રમાં ગળાડૂબ થઈને મારી ભીતર ઘણી બધી ભાવનાઓ જાગૃત થઈ હતી.
વધુ એક ભૂમિકા વહાલી ક્લાસિક “હમ આપકે હૈ કૌન”માં રઝિયા બેગમની હતી, જેમાં મને મજબૂત ઈચ્છાશક્તિ અને પ્રભાવશાળી પાત્ર ભજવવાનો વિશેષાધિકાર મળ્યો હતો, જેણે દર્શકોના મન પર ઘેરી છાપ છોડી હતી. ઉપરાંત સર્વકાલીન બ્લોકબસ્ટર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કમ્મોના મારા પાત્રએ મને નિર્દોષતા અને ખુશમિજાજીનું મજેદાર સંમિશ્રણ દર્શાવવાનો મોકો આપ્યો.
છેલ્લે, હું મારી હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા તરીકે વર્તમાન ભૂમિકાની પણ અવગણના નહીં કરી શકું. કટોરી અમ્મા તેના પુત્ર હપ્પુના મૂડને સારી રીતે જાણે છે અને તેઓ મજેદાર વાર્તાલાપ કરે છે. તેમનાં દુઃસાહસો જોવાની મજા આવે છે. તેઓ ભારતીય ટેલિવિઝન પર અનોખી છતાં મજેદાર માતા- પુત્રની જોડી છે. દરેક પાત્ર મારા કળાત્મક પ્રવાસથી સમૃદ્ધ છે અને દર્શકો પર કાયમી પ્રભાવ છોડ્યો છે.
તારો અગ્રતાનો પ્રકાર કયો છે?
હું કોઈ એક પ્રકારમાં પોતાને મર્યાદિત રાખતી નથી. મને વિવિધ પ્રકારમાં ઊંડાણમાં ઊતરવામાં ખુશી અને સંતોષ મળે છે. તે કોમેડીનો હલકોફૂલ પ્રકાર હોય, ડ્રામાની ઘનતા હોય કે રોચક વાર્તારેખાનું સસ્પેન્સ હોય, હું વિવિધ ભૂમિકાઓમાં ઊતરવાની તક ઝડપી લઉં છું અને મારી બહુમુખીતા દર્શાવું છું.
દરેક પ્રકાર પડકારો અને માગણીઓ પ્રસ્તુત કરે છે, જેથી હું સતત મારી સીમાઓની પાર નીકળું છું અને કલાકાર તરીકે ઉત્ક્રાંતિ પામું છું. અલગ અલગ પ્રકાર થકી ખોજ કરું તે અનુભવો અને ભાવનાઓની આ શ્રેણી મને મંત્રમુગ્ધ કરે છે અને અભિનય માટે મારી લગનીને જીવંત રાખે છે. પછી તે ડ્રામા, કોમેડી હોય કે થ્રિલર, મને મારા માર્ગમાં આવતું કશું પર કરવાનું ગમે છે અને હું સરાહના કરું છું.
તારા કામનું સૌથી પડકારજનક પાસું કયું છે?
જનતાની આંખોમા રહેવા માટે સૌથી એક સૌથી મહત્ત્વપૂર્ણ પાસું ટ્રોલ્સ અને ટીકાઓ સાથે નિભાવવાનું છે. તમારી કૃતિઓ ગમે તેવી હોય તો પણ વ્યક્તિઓ તેમના અભિપ્રાય તમારી પર ઠઠાડવા માટે તૈયાર જ હોય છે. ફીડબેક હકારાત્મક અને નકારાત્મક અલગ અલગ હોઈ શકે છે ત્યારે હું બંનેને મુક્ત રીતે સ્વીકારું છું. નક્કર ટીકા અંગત અને વ્યાવસાયિક વૃદ્ધિ માટે મૂલ્યવાન સાધન છે અને હું વ્યક્તિ અને પરફોર્મર તરીકે પોતાને બહેતર બનાવવા તેનો સક્રિય રીતે ઉપયોગ કરું છું.
તારી પર સૌથી વધુ પ્રભાવ કોનો છે?
મારા સ્વ. પતિ જ્ઞાન શિવપુરી, તેઓ મારા જીવન અને કારકિદ્રી પર સૌથી મોટો પ્રભાવ ધરાવે છે. તેમણે મને નાટકો અને રંગમંચના મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને બોલીવૂડની ફિલ્મોની દુનિયામાં સાહસ ખેડવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમનું પ્રોત્સાહન અને મારી ક્ષમતાઓમાં તેમના વિશ્વાસે મે નવી તકો ઝડપી લેવા અને ફિલ્મોદ્યોગમાં રોમાંચક પ્રવાસે નીકળી પડવા માટે પ્રેરિત કરી હતી.
અભિનય ઉપરાંત તું અન્ય કોઈ પ્રયાસો કરવા માગે છે?
અભિનય ઉપરાંત લેખન અને દિગ્દર્શન કરવાનો પણ મારી અંદર જોશ છે. હું મેં અનુભવ્યું છે તેમાં બંધાઈ રહેવાને બદલે નવા ક્રિયાત્મક પ્રયાસો ઉજાગર કરવા માટે મનઃપૂર્વક પોકાને સમર્પિત કરું છું. આ મને સમય મળે ત્યારે મારી લગનીને પૂર્ણ કરું છું.
કેમેરાની સામે આરંભમાં તારો અનુભવ કેવો રહ્યો?
કોઈ પણ કલાકારને થાય તેવો જ હતો. મેં ડર અને ચિંતાનું ભાન કર્યું છે. રંગમંચ પર હથોટી છતાં કેમેરા સામે અભિનયની સંભાવનાએ મને નર્વસ કરી દીધી હતી. આમ છતાં હું મારા ડાયરેક્ટર અને સમર્થક સહ-કલાકારોની હાજરી માટે બહુ આભારી છું, કારણ કે તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી મને આ મુશ્કેલ સમય થકી પસાર થવામાં મદદ થઈ છે.
તારા પરિવાર વિશે કહે. તારી પર સૌથી વધુ કોણ આધાર રાખે છે અને શા માટે?
મારો પરિલાક આધારનો અતુલનીય પાયો છે, જે ખુશી અને પડકારજનક અવસરોમાં પણ મારી પડખે રહે છે. મેં પતિને ગુમાવ્યો ત્યારે મારા વાલીઓએ મારી સંભાળ રાખી એ મારો પુત્ર મારો પ્રેરણાસ્રોત બન્યો, જેને મને જીવન સ્વીકારવા અનુરોધ કર્યો. મુશ્કેલ સમયમાં મારા પરિવારે મને મજબૂત ઊભી રહેવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.