Western Times News

Gujarati News

હવે કટરાથી શ્રીનગરની મુસાફરીમાં વંદેભારતમાં ૩ કલાક લાગશેઃ રોડ માર્ગે 7 કલાક થતાં હતા

વંદે ભારત સાથે આ રૂટ પર મુસાફરી હવે સરળ બનશે.

USBRL પ્રોજેક્ટ પછીઘણા વર્ષોની રાહનો અંત આવશે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાથી ઘણા કલાકોનો સમય બચશે. કટરાથી શ્રીનગરની મુસાફરી હવે ફક્ત 3 કલાકમાં થશે. હાલમાં રોડ માર્ગે મુસાફરી કરવામાં 6 થી 7 કલાક લાગે છે. 

હાલમાં,કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ચલાવવાનું આયોજન છે. હાલમાંખીણમાં શ્રીનગરથી સાંગલદાન સુધી ટ્રેનો દોડે છે. હવેસાંગલદાનથી કટરા સુધીની રેલ્વે લાઈન ખુલ્યા પછીઆ ટ્રેનો કટરા સુધી દોડી શકાશે.

USBRL પ્રોજેક્ટ: કાઝીગુંડ-બારામુલ્લા સેક્શન વર્ષ 2009 માં શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013 માં 18 કિમી બનિહાલ-કાઝીગુંડ સેક્શનવર્ષ 2014 માં 25 કિમી ઉધમપુર-કટરાવર્ષ 2023 માં બનિહાલ થી સાંગલદાન અને હવે સાંગલદાન થી કટરા વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે. વિશ્વનો સૌથી ઊંચો રેલ આર્ચ બ્રિજ – ચેનાબ બ્રિજ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. હવે ટનલપુલ અને ખીણોને કારણે રેલ મુસાફરી વધુ આનંદપ્રદ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.