કેટરિનાએ ફોન ભૂતના પ્રમોશનમાં અપનાવ્યો પતિ વિકીનો અંદાજ
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલિવુડની સૌથી પોપ્યુલર જાેડીઓ પૈકીની એક છે. વિકી અને કેટરિના પોતાના વિનમ્ર સ્વભાવ માટે પણ જાણીતા છે. બે મહિના પછી કપલના લગ્નનું એક વર્ષ પૂરું થઈ જશે. તેમણે લગ્ન કર્યા ત્યારથી જ કપલ ગોલ્સ આપી રહ્યા છે.
બિઝી શિડ્યુલ હોવા છતાં વિકી અને કેટરિના એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે સમય કાઢી જ લે છે. હાલ કેટરિના કૈફ પોતાની ફિલ્મ ફોન ભૂતના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ હોરર-કોમેડીમાં કેટરિના સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ લીડ રોલમાં છે. હાલમાં જ ફિલ્મની ટીમ પ્રમોશન માટે બોમ્બે IIT ખાતે પહોંચી હતી. જ્યાં તેમણે ફેન્સને મજા કરાવી હતી.
કેટરિના કૈફ ફિલ્મના પ્રમોશન દરમિયાન હળવા મૂડમાં જાેવા મળી હતી. કેટરિના કૈફ ઈવેન્ટમાં બ્લૂ રંગનો શોર્ટ ડ્રેસ અને સ્નીકર્સ પહેરીને પહોંચી હતી. ઓડિયન્સ સાથે વાતચીત કરતી વખતે કેટરિનાએ પતિ વિકી કૌશલની ફિલ્મનો ડાયલોગ બોલીને સૌને ચોંકાવી દીધા હતા.
કેટરિનાએ દર્શકોને પૂછ્યું હતું, ‘હાઉઝ ધ જાેશ?’ આ સાંભળીને દર્શકોએ કહ્યું હતું- ‘હાઈ’. ઉલ્લેખનીય છે કે, વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી’નો આ ડાયલોગ ખૂબ જ પોપ્યુલર થયો હતો. એટલું જ નહીં કેટરિના કૈફે સિદ્ધાંત અને ઈશાન ખટ્ટર સાથે ડાન્સ પણ કર્યો હતો.
તેમણે પોતાની ફિલ્મના ગીત પર ઠુમકા લગાવ્યા હતા. તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ગુરમીત સિંહના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ભૂત પોલીસ’ ૪ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રવિ શંકરન અને જસવિંદર સિંહ બાઠે લખી છે.
ફિલ્મમાં કેટરિના કૈફ ભૂતના રોલમાં છે જ્યારે સિદ્ધાંત અને ઈશાન ભૂત પકડનારાના રોલમાં છે. જેકી શ્રોફ ફિલ્મમાં વિલનના રોલમાં જાેવા મળશે. કેટરિના કૈફે ફિલ્મના ટ્રેલર લોન્ચમાં જણાવ્યું હતું કે વિકીને પણ ફિલ્મનું ટ્રેલર પસંદ આવ્યું હતું.SS1MS