સૈમ બહાદુરની સ્ક્રીનિંગમાં વિકી સાથે પહોંચી કેટરીના
મુંબઈ, વિકી કૌશલની ફિલ્મ સૈમ બહાદુર ૧ ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ Âટ્વનિંગ કરીને પહોંચ્યા હતા. વિકી કૌશલ કેટરિના કૈફ સાથે તેની આગામી ફિલ્મ ‘સૈમ બહાદુર’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં Âટ્વનિંગ કરતા જાવા મળ્યા હતા. આ કપલ રેડ કાર્પેટ પર પહોંચ્યુ અને પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. કેટરીનાનો ગ્લેમરસ લુક તેના પતિ વિકીની ફિલ્મની સ્ક્રીનિંગમાં જાવા મળ્યો હતો. તેણે ઓફ શોલ્ડર બ્લેક શોર્ટ પહેર્યુ હતું.
આ લુકમાં કેટરીના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ રેડ કાર્પેટ પર કપલ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જાવા મળી હતી. વિદ્યા બાલન પણ તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. બંનેએ વિકી અને કેટરીના સાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન કેટરીના કૈફ પણ અભિનેત્રી વિદ્યા બાલનનો હાથ પકડીને તેની સાથે વાત કરતી જાવા મળી હતી.SS1MS