મદુરાઈની સ્કૂલમાં કેટરિનાએ બાળકો સાથે કર્યો ડાન્સ

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ હાલમાં જ તમિલનાડુના મદુરાઈમાં આવેલી માઉન્ટેન વ્યૂ સ્કૂલનાં વિદ્યાર્થીઓને સરપ્રાઈઝ આપી હતી. કેટરિના કૈફ અહીં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ બાળકોને મળવા માટે પહોંચી હતી.
મદુરાઈમાં બાળકો સાથે ડાન્સ કરતાં, વાતો કરતાં, ફેન્સ સાથે ફોટો પડાવતા કેટરિનાના કેટલાય વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
બાળકો સાથે બાળકો જેવી થઈને મસ્તી કરતી કેટરિનાની સાદગી પર ફેન્સ વારી ગયા છે. કેટરિના કૈફના વિવિધ ફેન ક્લ્બ્સ પર તેની આ તસવીરો અને વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, આ એ જ સ્કૂલ છે જ્યાં કેટરિનાના માતા ભણાવે છે.
વિડીયોમાં જાેઈ શકો છો કે, કેટરિના કૈફે સિમ્પલ ફ્લોરલ કુર્તો અને મેચિંગ પલાઝો પેન્ટ પહેર્યું છે. કેટરિના નો-મેકઅપ લૂકમાં જાેવા મળી રહી છે.
View this post on Instagram
એક વિડીયોમાં કેટરિના કૈફ વિદ્યાર્થીઓ સાથે Arabic Kuthu ગીત પર ડાન્સ કરતી જાેવા મળે છે. તો અન્ય એક વિડીયોમાં તે સ્કૂલના સ્ટાફ સાથે થિરકતી જાેવા મળી રહી છે. કાર્યક્રમ દરમિયાન કેટરિના કૈફે વિદ્યાર્થીઓ સાથે હાથ મિલાવ્યા હતા અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. સામે આવેલી કેટલીક તસવીરોમાં કેટરિનાની સાથે તેનાં મમ્મી, બહેન ઈઝાબેલ અને ભાઈ સબેસ્ટિઅન જાેવા મળી રહ્યા છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ તેની સાદગીના વખાણ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, “સુંદર વ્યક્તિત્વ. તેણી કેટલી ક્યૂટ લાગી રહી છે.” અન્ય એક ફેને લખ્યું, “કેટરિના ખૂબ સારી માતા બનશે.” બીજા એક પ્રશંસકે લખ્યું, ‘તેનામાં તો બાળકો કરતાં પણ વધુ બાળપણ છે.’
ઉલ્લેખનીય છે કે, કેટરિનાના મમ્મી સુઝૈન માઉન્ટેન વ્યૂ સ્કૂલ સાથે સંકળાયેલી છે. જે ભારતમાં જરૂરિયાતમંદ બાળકો માટેના રિલીફ પ્રોજેક્ટનો ભાગ છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ હાલ શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.
આ ફિલ્મમાં કેટરિના સાથે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ જાેવા મળશે. કેટરિના અવારનવાર સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ઝલક શેર કરતી રહે છે. આ સિવાય કેટરિના સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જાેવા મળશે. ઉપરાંત કેટરિના સલમાન ખાન સાથે ‘ટાઈગર ૩’માં દેખાશે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે જાેવા મળશે.SS1MS