કેટરિના લિપસ્ટિકને હોઠ પર ડાયરેક્ટ એપ્લાય નથી કરતી
મુંબઈ, કેટરિના કૈફ ફિટનેસની વાત હોય કે ફેશન કે પછી સ્કીન કેર દરેકમાં પોકાનું બેસ્ટ આપવા માટે જાણીતી છે. હવે તેણે એવો પણ ખુલાસો કર્યાે છે કે તે મેકઅપ માટે પણ એટલી જ પેશનેટ છે. કેટરિના મેકઅપમાં ખૂબજ કાળજી રાખે છે. તે લિપસ્ટિકને સીધી હોઠ પર એપ્લાય કરવાના બદલે લિપબામમાં મિક્સ કરે છે.
તાજેતરમાં એક વીડિયોમાં અમેરિકાની મેકઅપ આર્ટિસ્ટ હુડા કટાનને તેણે કહ્યું હતું,“હું ટીનએજમાં હતી ત્યારથી જ મને મેક અપ લગાવવો અતિશય ગમતો હતો. હું તેના માટે પેશનેટ હતી. તે મારે માટે સેલ્ફ એક્સ્પ્રેશનનો ભાગ હતો, એ સિવાય બીજું કશું નહીં.
ટીનેજમાં હું બહુ શરમાળ હતી. આજે લોકો એ વાત માનશે નહીં. હું એટલી શરમાળ હતી, પણ મેકઅપથી હું મારી જાતને એ રીતે રજૂ કરી શકી કે મેં મારી જાતને એક ગ્લેમરસ વ્યક્તિ તરીતે પ્રસ્થાપિત કરી અને આજે હું દેશ કે દુનિયાના કેટલાંક બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ સામે બેસી શકું છું.”
કેટરિનાએ પોતાની મેકઅપ બ્રાન્ડ કે બ્યુટી પણ શરૂ કરી છે. આ વીડિયોમાં કેટરિનાએ કહ્યું,“હું હંમેશા મેકઅપ આર્ટિસ્ટ પાસે બેસતી અને બધું નિરિક્ષણ કરતી અને પ્રશ્નો પૂછ્યાં કરતી હતી. જેમકે, તમે લાઇનરને સ્મજ કેમ કરો છો, તમે આ જગ્યાએ કન્સીલરનો ઉપયોગ કેમ કર્યાે, તમે લિપ લાઇનરનો ઉપયોગ કેમ કરો છો.
એ બધી જ ટેન્કિક્સ હું બહુ જલ્દી શીખી ગઈ હતી. મને સમજાયું કે હું મારા ચહેરાને બહુ સારી રીતે જાણું છું. મને ખબર પડે છે કે મારે કેવું દેખાવું છે. બહુ જલ્દી મારો મોટા ભાગનો મેકઅપ હું જાતે જ કરવા માંડી.” અંગત જીવનમાં તો કેટરિના જાતે મેકઅપ કરે જ છે, તેના ફિલ્મોના પાત્રોને પણ કેવો મેકઅપ સારો લાગશે એ કેટરિના સરળતાથી સમજી જાય છે.
તેણે કહ્યું,“મને એમાં બહુ મજા આવે છે, પરંતુ ધીરે ધીરે મને સમજાવા લાગ્યું કે મારે પ્રોડક્ટ પાસેથી કેવું કામ જોઈએ છે અને તે કઈ રીતે કામ કરશે. તેથી મારે હાઇ પર્ફાેર્મન્સ મેકઅપ શીખવું હતું,” કેટરિનાએ એવું પણ કહ્યું કે તે પતાના હોઠ પર પહેલાં સીધી લિપસ્ટિક ક્યારેય લગાવતી નથી.
તેણે કહ્યું,“સમગ્ર કારકિર્દી દરમિયાન મેં કયારેય હોઠ પર પહેલાં સીધી લિપસ્ટિક લગાવી નથી. હું લિપસ્ટિકને થોડાં લિપબામમાં મિક્સ કરીને બ્રશની મદદથી લગાવું છું, કારણ કે મને મારા હોઠ મોસ્ચ્યુરાઇઝ્ડ હોય એવું ગમે છે.”SS1MS