કેટરીના કૈફ અને નયનતારા છે નાગા ચૈતન્યની ફેવરિટ હીરોઈન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Katrina.webp)
મુંબઈ, સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘થેન્ક્યુ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૨૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવેલા ટ્રેલરને દર્શકો અને ફેન્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ‘થેન્ક્યુ’માં નાગા ચૈતન્ય સેલ્ફ-મેડ પાત્રમાં જાેવા મળશે, જેમાં તેની કોલેજથી બિઝનેસ ટાયકુન બનવા સુધીની જર્નીને બતાવવામાં આવશે.
નાગા ચૈતન્ય સાઉથ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ એક્ટર અને મોસ્ટ એલિજિબલ બેચલરમાંથી એક છે, લાખો છોકરીઓ તેની પાછળ ફિદા છે પરંતુ રિયલ લાઈફમાં કઈ એક્ટ્રેસ તેની ફેવરિટ છે તે વિશે ફિલ્મના પ્રમોશન દરમિયાન ખુલાસો કર્યો હતો. થેન્ક્યુ’ના પ્રમોશન દરમિયાન મીડિયા દ્વારા જ્યારે તેને ફેવરિટ એક્ટ્રેસ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.
એક્ટર, જે સ્વભાવથી થોડો શરમાળ છે તેણે લેડી સુપરસ્ટાર નયનતારા અને બોલિવુડ બ્યૂટી કેટરિના કૈફનું નામ લીધું હતું. નાગા ચૈતન્યની પર્સનલ લાઈફની વાત કરીએ તો, તે ‘મેડ ઈન હેવન’ ફેમ શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો હોવની ચર્ચા છે.
રિપોર્ટ્સ પ્રમાણે, નાગા ચૈતન્યના જ્યુબલી હિલ્સમાં ખરીદેલા નવા ઘરમાં બંને સાથે જાેવા મળ્યા હતા, જ્યાં તેઓ એકબીજાની કંપનીમાં ઘણા કમ્ફર્ટેબલ લાગતા હતા.
બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાનું જણાતું હતું. અંડર-કન્સ્ટ્રક્શન ઘરમાં થોડો સમય સાથે વીતાવ્યા બાદ તેઓ એક જ કારમાં ત્યાંથી રવાના થયા હતા. રિપોર્ટ્સમાં ઉમેરવામાં આવ્યું હતું કે, એક્ટ્રેસની ફિલ્મ ‘મેજર’ના પ્રમોશન દરમિયાન બંને ઘણીવાર હોટેલમાં મળતા હતા. તેઓ રિલેશનશિપમાં છે કે ‘જસ્ટ ફ્રેન્ડ્સ’ છે વાતની બંનેમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી.
ફિલ્મ ‘થેન્ક્યુ’ના પ્રમોશન દરમિયાન, નાગા ચૈતન્ય પર્સનલ લાઈફ સાથે જાેડાયેલા સવાલના જવાબ આપવાનું ટાળી રહ્યો છે. હૈદરાબાદમાં હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક પત્રકારે તેને અંગત સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, એક્ટર ઈન્ટરવ્યૂમાંથી ઉભો થઈને જતો રહ્યો હતો.
જાે કે, તેની ટીમે તે ટી બ્રેક માટે ગયો હોવાનું કહ્યું હતું. ફિલ્મ ‘થેન્ક્યુ’ સિવાય નાગા ચૈતન્ય ખૂબ જલ્દી બોલિવુડની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાવાનો છે, જેમાં કરીના કપૂર અને આમિર ખાન લીડ રોલમાં છે. ફિલ્મ હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે અને ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.SS1MS