પ્રેગ્નેન્સીની ખબરો વચ્ચે ઢીલા જેકેટમાં દેખાઈ કેટરિના કૈફ

મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. ત્યારે પહેલાં અફવાઓ ફેલાઈ હતી કે કટરીના ગર્ભવતી છે અને તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જે પછી તેના ઘણા ફોટોઝ પણ વાયરલ થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે, આ ખબરને ત્યારે વધારે હવા મળી જ્યારે તે ઢીલા કપડા પહેરતી હતી.
તાજેતરમાં, કેટરિના કૈફ ઝોયા અખ્તરના ઘરે ગઈ હતી. ત્યારે કેટરિના તેના પેટને મોટા જેકેટથી ઢાંકતી જાેવા મળી. કેટરિના કૈફનો લૂઝ-ફિટિંગ જેકેટ લુક જાેઈને ફરીવાર તેની વાતો ચાલુ થઈ ગઈ.
સોશિયલ મીડિયા પર કેટરિનાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. ચાહકો તેના નવા ફોટોઝની રાહ જાેતા હોય છે. કેટરિના તેના સોશિયલ ફેમિલી માટે પણ અવારનવાર નવા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. કેટરિનાએ જેવી ૭૦ મિલિયનની ખુશી વ્યક્ત કરી કે બધાએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું હતું. અભિનંદનની સાથે કોઈએ કેટરિનાને ‘સ્વીટ’ તો કોઈએ ‘ક્યૂટ’ કહી.SS1MS