બે વર્ષ બાદ અવોર્ડ શોમાં પહોંચી કેટરિના કૈફ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/vicky-katrina.jpg)
મુંબઈ, ૩૦ ઓગસ્ટની સાંજે મુંબઈમાં ૬૭મા ફિલ્મફેર અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ સિતારા બનીઠનીને પહોંચ્યા હતા. બોલિવુડ બ્યૂટી કેટરિના કૈફ સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. વળી, કેટરિનાનો પતિ વિકી કૌશલ સૂટ પહેરીને પહોંચ્યો હતો.
બંનેની જાેડી જામી રહી હતી. ફિલ્મફેર અવોર્ડ્સમાં વિકી કૌશલને બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)નો અવોર્ડ મળ્યો છે. ફિલ્મફેરના રેડ કાર્પેટ પર કેટરિના કૈફે પહેલીવાર વિકી સાથેના લગ્ન અંગે મૌન તોડ્યું છે. લગ્ન આટલા સિક્રેટ કેમ રાખ્યા તેનો પણ ખુલાસો કર્યો છે.
ફિલ્મફેરના રેડ કાર્પેટ પર પત્ની કેટરિના સાથે એન્ટ્રી મારતી વખતે વિકી ખૂબ ઉત્સાહિત જણાતો હતો. તેણે કેટરિના માટે ‘કાલા ચશ્મા’ ગીત પણ ગાયું હતું.
આ ગીત કેટરિના અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘બાર બાર દેખો’નું છે. આ ગીત ગાવા ઉપરાંત વિકીને જ્યારે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો ત્યારે તેણે સ્ટેજ પરથી પત્ની કેટરિનાને આઈ લવ યુ કહ્યું હતું. સાથે જ કેટરિના એની જિંદગીમાં ઘણું સુખ લઈને આવી છે તેમ પણ જણાવ્યું હતું. પત્ની પર પ્રેમ લૂંટાવી રહેલા વિકીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
બીજી તરફ કેટરિના કૈફને રેડ કાર્પેટ પર સવાલ કરવામાં આવ્યો કે તેણે અને વિકીએ આટલી ઉતાવળથી લગ્ન કેમ કર્યા? ઉપરાંત લગ્નની દરેક વસ્તુમાં ચાંપતી સુરક્ષા કેમ રાખવામાં આવી હતી? શા માટે પરિવારજનો અને અંગત મિત્રોને જ આમંત્રિત કર્યા હતા? જવાબમાં કેટરિનાએ કહ્યું, “લગ્ન પ્રાઈવેટ રાખવા કરતાં પણ વધુ નડતર અમને કોરોનાના પ્રતિબંધોનું હતું.
View this post on Instagram
મારો પરિવાર વ્યક્તિગત રીતે કોવિડનો શિકાર થયો હતો અને એટલે જ આ એવી વસ્તુ હતી જેને અમે ખૂબ ગંભીરતાથી લીધી હતી. મને લાગે છે કે આ વર્ષ ઘણું સારું છે પરંતુ એ વખતે સતર્કતા રાખવી જરૂરી હતી. જાેકે, લગ્ન સુંદર રીતે પૂરા થયા હતા.
અમે બંને ખૂબ ખુશ છીએ. મને લાગે છે કે હવે દુનિયામાં બધું સામાન્ય થઈ રહ્યું છે. કોવિડ પછી આ પહેલો અવોર્ડ શો (ફિલ્મફેર અવોર્ડ ૨૦૨૨) જેમાં મેં ભાગ લીધો છે. વિકી કૌશલને ‘સરદાર ઉધમ’ માટે બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)નો અવોર્ડ મળ્યો હતો.
આ અવોર્ડના વિજેતા તરીકે વિકીનું નામ જાહેર થયું ત્યારે કેટરિનાએ તેના ગાલ પર કિસ કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા. વિકીએ પણ પોતાની સ્પીચમાં પત્નીને આઈ લવ યુ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકી અને કેટરિનાએ ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં તેમના પરિવારજનો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એકદમ અંગત મિત્રો હાજર રહ્યા હતા.SS1MS