કેટરીના કૈફને ભાવે છે સાસુ વીણાના હાથના પરાઠા
મુંબઈ, વિકી કૌશલ તેની પ્રોફેશનલ લાઈફમાં એટલો વ્યસ્ત છે કે પર્સનલ લાઈફ માટે ભાગ્યે જ સમય મળી રહ્યો છે. એક્ટરે ડિસેમ્બર ૨૦૨૧માં કેટરીના કૈફ સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. જે બાદ બંને બેક-ટુ-બેક પ્રોજેક્ટ કરી રહ્યા છે. વિકી હાલમાં જ લક્ષ્મણ ઉટેકરની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’માં સારા અલી ખાન સાથે જાેવા મળ્યો હતો, જેને બોક્સઓફિસ પર ઠીક રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના પ્રમોશન માટે આપેલા ઈન્ટરવ્યૂમાં તે પત્ની વિશે પણ વાત કરતો દેખાયો હતો.
એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં વિકીએ લગ્નજીવન વિશે વાત કરી હતી અને કેટરીનાને કઈ વાનગી વધારે ભાવે છે તેનો ખુલાસો કર્યો હતો. વિકી કૌશલ પંજાબી છે અને પરાઠા પંજાબીઓના ફેવરિટ હોય છે. ત્યારે કેટરીના કૈફને પરાઠા પસંદ છે કે કેમ તેમ પૂછતાં એક્ટરે કહ્યું હતું કે તેમના લગ્ન ‘પરાઠા વેડ્સ પેનકેક’ જેવા છે. તેને પરાઠા પસંદ છે જ્યારે કેટને પેનકેક. જાે કે, એક્ટરે તેવો પણ ખુલાસો કર્યો હતો કે, તેના મમ્મી વીણા કૌશલ જે પરાઠા બનાવે છે તે કેટરીનાને ભાવે છે.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તું લવ અથવા અરેન્જ મેરેજમાંથી કોની ભલામણ કરીશ? તો તેના જવાબમાં કહ્યું હતું કે ‘લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ પ્રેમ હોવો જરૂરી છે. સમજણ અને કરુણા મહત્વપૂર્ણ છે. તે સમજવું મહત્વનું છે કે, બંને એકબીજાથી અલગ વ્યક્તિ છે, તમે એક અલગ વ્યક્તિ છો અને તમારે એક દંપતી તરીકે તે ધ્યાનમાં રાખવું પડશે.
તેણે મારી વાત સાથે સંપૂર્ણરીતે સંમત થવાની જરૂર છે અને મારે હંમેશા તેની વાત સાથે સંમત થવાની જરૂર નથી. જાે બંને વચ્ચે સમજણ હોય તો લગ્ન અરેન્જ હોય કે લવ કોઈ ફરક પડતો નથી. તે પરિવારને ખુશી આપવી જાેઈએ અને તે સૌથી વધારે અગત્યનું છે. આ સિવાય વિકી કૌશલે ઉમેર્યું હતું કે, જ્યારે સવારે વહેલા ઉઠવાની વાત આવે ત્યારે તે અને કેટરીના કૈફ અકબીજાથી એકદમ વિરુદ્ધ છે.
એક્ટરે કહ્યું હતું કે, તે એવો વ્યક્તિ છે જેને ઉઠ્યા બાદ મૂડમાં આવતા થોડો સમય લાગે છે જ્યારે કેટ ઉઠતાની સાથે ક્યાંક જવા અથવા ચર્ચા કરવા માટે તૈયાર રહે છે. તેણે કહ્યું હતું કે ‘જ્યારે અમે સવારે ઉઠીએ ત્યારે એકબીજાથી એકદમ અલગ હોઈએ છીએ. મને સરખી રીતે જાગવામાં બે કલાક લાગે છે.
હું ઉઠું છું, થોડો રિલેક્સ થાઉ છું, કોફી પીઉ છું, બ્રેકફાસ્ટ લઉ છું. હું સવારમાં વધારે વાત કરી શકતો નથી અને તે ઘણી બધી એનર્જી સાથે ઉઠે છે. તેને ઉઠતાની સાથએ જ ચર્ચા કરવા જાેઈએ છીએ. હું તેમ કરી શકતો નથી. તેથી હું ઘણીવાર ચર્ચાથી બચવાનો પ્રયાસ કરું છું. મને સવારે ૨-૩ કપ કોફી જાેઈએ છીએ અને બાદમાં ચર્ચામાં સામેલ થઈ શકું છું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ ખૂબ જલ્દી મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’માં જાેવા મળશે.
જેેમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મહત્વના રોલમાં છે. તેની પાસે આનંદ તિવારીની અનટાઈટલ્ડ ફિલ્મ છે. બીજી તરફ કેટરીના કૈફ કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે દેખાશે. તેની ઝોળીમાં શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ છે, જેમાં વિજય સેથુપથી સાથે સ્ક્રીન શેર કરશે. તે ફરહાન અખ્તરની ગર્લ રોડ ટ્રિપ પર આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’નો ભાગ છે, જેમાં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.SS1MS