ખાલી રૂમાલ પહેરીને ફાઇટ કરવા લાગી કેટરીના કૈફ
મુંબઈ, સલમાન ખાન અને કેટરીના કૈફની મચ અવેટેડ ફિલ્મ ટાઇગર ૩નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રાલરથી જ ફિલ્મના ડાયલોગ્સ અને એક્શનના લેવલની જાણકારી મળી જાય છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અત્યાર સુધીની બંને ફિલ્મો કરતા વધુ એક્શન અને લડાઇ કરતી જાેવા મળી રહી છે. સૌથી રસપ્રદ કેટરીના કૈફની ટોવેલ ફાઇટ અને સલમાન ખાનનો દાઢી મૂંછવાળો લુક છે.
સલમાનનો આ લુક શૂટિંગ સમયે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ ટ્રેલરમાં સલમાનનો અલગ-અલદ લુક જાેવા મળી રહ્યો છે. ટાઇગર ૩ માં ઇમરાન હાશ્મી મેન વિલન છે. આ ફિલ્મમાં ઇમરાન વિલન બન્યો છે. ટ્રેલરની શરૂઆતમાં સલમાન ખાનની ઝલક જાેવા મળે છે. તેણે સ્કાર્ફથી મોતાનું મોઢું સંતાડ્યું છે. ત્યાં જ રેવતી મુખ્ય ભૂમિકામાં જાેવા મળી રહી છે.
પછી સલમાન ખાન બાઇક પર એક્શન સીન કરતો નજર આવે છે. જેમા બેક ગ્રાઉન્ડ સંગીત આ સીનમાં જીવ ફુંકે છે. કેટરીના કૈફ અને સલમાનની રોમેંટિક કેમેસ્ટ્રી જાેવા મળશે, પછી જાણવા મળે છે કે, સલમાન ખાનના પરિવારને કોઇ બંધક બનાવી લે છે અને અપહરણ કરનાર તેને કોઇ ટાસ્ક કરવા માટે આપે છે. જેને પૂર્ણ કરવા માટે તે પાકિસ્તાન પહોંચી જાય છે. પરંતુ પછી તેને ખબર પડે છે કે, તેને પાકિસ્તાન બોલાવવામાં આવે છે.
ઇમરાન હાશ્મીની ભૂમિકા કુટિલ હાસ્ય સાથે તેનું સ્વાગત કરે છે. આ પહેલા કેટરીના કૈફ જાેરદાર એક્શન કરતી નજર આવે છે. પરંતુ તેની ટોવલ ફાઇટ ઓડિયન્સને ઇંમ્પ્રેસ કરનારી છે. કેટરીના ખુબ જ સ્ટાઇલિશ અંદાજમાં લડતી જાેવા મળે છે. ટાઇગર ૩નું ટ્રેલર શેર કરતા કેટરીના કૈફે લખ્યું, આ વખતે મિશન નહીં કારણ કે આ વખતે પર્સનલ છે. દિલ થામીને બેસજાે, ટાઇગર અને જાેયા પાછા આવી ગયા છે… હિંદી, તમિલ અને તેલુગૂમાં. ટાઇગર ૩ ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS