Western Times News

Gujarati News

વિકી સાથે લગ્ન બાદનો પહેલો બર્થ ડે મનાવવા માલદીવ્સ પહોંચી કેટરીના

મુંબઈ, કેટરીના કૈફ તેના લગ્ન બાદનો પહેલો બર્થ ડે માલદીવ્સમાં સેલિબ્રેટ કરવાની છે. આજે એક્ટ્રેસનો ૩૯મો બર્થ ડે છે અને આ માટે માલદીવ્સ જવા તેણે એક્ટર-પતિ વિકી કૌશલ સાથે શુક્રવારે સવારે મુંબઈથી ફ્લાઈટ પકડી હતી. કપલની સાથે એક્ઝોટિક વેકેશન મનાવવા માટે સની કૌશલ, તેની કથિત ગર્લફ્રેન્ડ શરવરી વાઘ, મિનિ માથુર અને કબીર ખાન પણ જાેડાયા છે.

તમામ એરપોર્ટ પર કેમેરાની નજરમાં કેદ થયા હતા. આ દરમિયાન કેટરીના કૈફ ઓરેન્જ કલરના સ્વેટશર્ટ અને ડેનિમમાં દેખાઈ હતી. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને ગોગલ્સ પણ પહેર્યા હતા. કોરોનાનાં વધતા જતાં કેસને ધ્યાનમાં રાખીને તેણે માસ્ક ચડાવીને રાખ્યું હતું.

હંમેશા બીયર્ડમાં દેખાતો વિકી કૌશલ ઘણા સમય બાદ ક્લીન શેવ્ડ લૂકમાં જાેવા મળ્યો હતો. તેણે બ્લેક ટીશર્ટ, ડેનિમ, વ્હાઈટ શૂઝ અને ઓલીવ ગ્રીન જેકેટ પહેર્યું હતું. આ સાથે તેણે બ્લેક કેપ અને ગોગલ્સ ચડાવ્યા હતા. એરપોર્ટ પર બંનેએ એકબીજાનો હાથ પકડીને એન્ટ્રી મારી હતી. કેમેરા સામે જાેઈને હાથ પણ હલાવ્યો હતો. આ દરમિયાન ફોટોગ્રાફર્સે ‘સરસ જાેડી છે’ તેમ કહેતા એક્ટર હસી પડ્યો હતો.

વિકી કૌશલનો નાનો ભાઈ સની કૌશલ, જે પણ એક્ટર છે તે ઘણા સમયથી શરવરી વાઘ સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય રહ્યું છે. જાે કે, બંનેમાંથી કોઈએ આ વિશે આજસુધી વાત કરી નથી. કથિત કપલ પણ કેટરીના અને વિકીની સાથે જાેડાયા છે.

સનીના એરપોર્ટ લૂકની વાત કરીએ તો, તેણે વ્હાઈટ ટીશર્ટ, ચેક્ડ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું તો શરવરી વ્હાઈટ ક્રોપટોપ, ડેનિમ જેકેટ અને બ્લેક ટ્રાઉઝરમાં દેખાઈ હતી. બંનેએ કેમેરા સામે સાથે પોઝ નહોતા આપ્યા. ફિલ્મમેકર કબીર ખાનને કેટરીના કૈફ ભાઈ માને છે.

તેઓ પણ તેની સાથે માલદીવ્સ ગયા છે. એરપોર્ટ પર તેઓ તેમની પત્ની મિનિ માથુર સાથે કૂલ અંદાજમાં સ્પોટ થયા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી ફિલ્મ ‘ફોન ભૂત’માં દેખાવાની છે, જે ૭ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ છે.Katrina reached Maldives to celebrate her first birthday after marriage with Vicky

આ સિવાય એક્ટ્રેસ પાસે સલમાન ખાન સાથેની ‘ટાઈગર ૩’, ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે. તો બીજી તરફ વિકી કૌશલ પાસે ‘સામ બહાદુર’ અને ‘ગોવિંદા નામ મેરા’ જેવી ફિલ્મ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.