કવિન રાજે ગુપચુપ કરી લીધા GF સાથે લગ્ન

મુંબઈ, એક ખુશખબરીના સમાચાર છે. તમિલ અભિનેતા કવિન રાજ ૨૦ ઓગસ્ટના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં ગર્લફ્રેન્ડ મોનિકા ડેવી સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આ ન્યૂલી મેરિડ કપલની પહેલી તસવીર સામે આવી છે જેમાં બન્ને એકબીજા સાથે મસ્ત પોઝ આપી રહ્યા છે અને મસ્ત લાગી રહ્યા છે. Kavin Raj secretly married his GF
આ કપલ હાલમાં પોતાની આ વાતને લઇને ખૂબ એક્સાઇટેડ છે. તસવીરોમાં તમે જાેઇ શકો છો કે કવિન રાજે હાર પહેર્યો છે અને સાથે લાઇટ કલરનો શર્ટ પહેર્યો છે. આ કપડા ખૂબ સિમ્પલ જાેવા મળી રહ્યા છે. જ્યારે દુલ્હનની વાત કરવામાં આવે તો મોનિકા ડેવીએ પારંપરિક રીતે સાડી પહેરી છે જેમાં ખૂબસુરત લાગી રહી છે.
કપલ સિમ્પલ લુકમાં જાેવા મળી રહ્યા છે. આ સાથે દુલ્હને મસ્ત ઘરેણાં પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ન્યૂ મેરિડ કપલની દરેક તસવીર એમના પ્રેમની વાતને જાહેર કરે છે. આ બન્નેને સાથે જાેઇને એમ લાગે છે કે આ સ્વર્ગમાં બનેલી એક આદર્શ જાેડી છે. જાે કે એક વાત જાણીને તમને નવાઇ લાગશે કે આ ફંક્શનમાં કોઇ એક્ટર કે એક્ટ્રેસ જાેવા મળ્યા હતા નહીં. આ સાથે નજીકના મિત્રોએ કપલને નવા જીવનની શરૂઆત કરવા માટે અનેક શુભકામનાઓ પાઠવી છે.
આ સાથે અનેક લોકો આશીર્વાદ આપી રહ્યા છે. દુલ્હા-દુલ્હને આ સિમ્પલ લુકમાં જાેઇને ફેન્સ ખૂબ ખુશ થઇ ગયા છે. સ્પેશિયલ ડેનાં દિવસે તૈયાર થવાને કારણે બીટીએસ વિડીયો પણ સોશિયલ મિડીયામાં સામે આવ્યા છે. જાે કે આ સિમ્પલ લુકમાં દુલ્હા અને દુલ્હનની પર્સનાલિટી રિચ પડે છે.
કવિન એક ભારતીય અભિનેતા છે જે મુખ્ય રીતે તમિલ સિનેમામાં કામ કરે છે. એમને નાના પડદાથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. કેરિયરની શરૂઆતમાં ટેલિવિઝન શો સરવનન મીનાચીથી કરી હતી. આ સાથે હિરોએ લિફ્ટ અને દાદા જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સાથે મિસ્ટ્રી હોરર ફિલ્મ પિઝ્ઝા અને ટીવી સિરીઝ થાયુમનવનમાં કામ માટે જાણીતા કવિન રાજ છેલ્લા પ્રોજેક્ટ દાદા સુપરહિટ રહ્યો હતો. આ લોકોને ખૂબ પસંદ પડ્યો.SS1MS