મહેસાણાની યુવતીનો પાસપોર્ટ અને નામ બિહારના શખ્સનુંઃ USAથી અમદાવાદ આવતાં ઝડપાઈ
(એજન્સી)અમદાવાદ, શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત બોગસ પાસપોર્ટ સાથે પેસેન્જર ઝડપાઈ છે. યુવતીને અમેરીકાના એટલાન્ટા ખાતે એક એજન્ટે બોગસ પાસપોર્ટ આપ્યો હોવાનું રટણ કરી રહી છે. પરંતુ તેનું નામ આપવા તૈયાર નથી.
અમદાવાદ એરપોર્ટ પર પ્રશમીત રવીન્દ્રભાઈ વાઘેલા ઈમીગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાવી રહયાં હતાં. દુબઈથી ફલાઈટ આવી હતી. જેના પેસેન્જરોનું તેઓ ઈમીગ્રેશન કરી રહયાં હતાં. જયાં મહેસાણાની કવિતા રાજેશભાઈ પટેલ ઈમીગ્રેશન માટે આવી હતી. જયાં ઈમીગ્રેશન અધિકારીને શંકા જતાં તેમણે કવીતાનો પાસપોર્ટ અંગે તપાસ હાથ ધરી હતી. Kavita Rajesh Patel Mehsana USA Atlanta to Ahmedabad on fake passport
જેમાં તે નંબરનો પાસપોર્ટ બિહારના રહેવાસી મહંમદ ઈશફાક આલમના નામે હતો અને તેનો પાસપોર્ટટ ર૦ ડીસેમ્બરે ર૦ર૧માં ગુમ થઈ ગયો હતો. જેની ફરીયાદ પણ મહંમદ ઈશફાકે કરી હતી. આવી વિગત બહાર આવ્યા બહાર આવ્યા બાદ ઈમીગ્રેશન અધિકારીએ તે પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો અને અમદાવાદ પાસપોર્ટ કચેરીએ તપાસ કરાવી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે, પાસપોર્ટ ખરેખર મહંમદ ઈરફાકના જ નામે જારી કરવામાં આવ્યો હતો. કવીતા ૬ સપ્ટેમ્બર ર૦૧પના દિવસે બીજા પાસપોર્ટના આધારે મુંબઈથી અમેરીકા ગઈ હતી. કવીતાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, બોગસ પાસપોર્ટ એટલાન્ટા ખાતે એક એજન્ટે આપ્યો હતો. પરંતુ તેના વિશે હું વધુ કશું જાણતી નથી.