કવિતાની કેડીએ પાટણના રંગભવનમાં કવિ સંમેલન યોજાયું
(માહિતી બ્યુરો)પાટણ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતગર્ત આપણા પાટણનાં ઐતિહાસિક વારસાને જાણવા અને માણવાના હેતુથી પાટણની ઐતિહાસિક ૧૩૩ વર્ષથી કાર્યરત મંત ફત્તેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય, અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે કવિ સંમેલન રંગભવન હોલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનવર્સિટી, પાટણ ખાતે યોજાયું હતુ.કવિ સંમેલનમાં કવિઓએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓનું પઠન કર્યુ હતુ. આ કવિતા પઠનમા મિલન, વ્યથા, જન્મ, મુત્યુ, જીવન, પરલોક, પ્રશ્નો, ઉત્તરો, જીવન જીવવાની રીત જેવા ઉમદા તત્વોને કવિઓએ પોતાની શૈલીમાં શ્રોતાઓને પીરસીને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ કવિ સંમેલનમાં કવિ સંજુ વાળા (રાજકોટ), વ્રજેશ મિસ્ત્રી (અમદાવાદ), ચંદ્રેશ મકવાણા(અમદાવાદ), કિરીટ ગોસ્વામી (જામનગર), ઈલિયાસ શેખ (રાજકોટ), પીયૂષ ચાવડા, ડૉ.વિનીત ચંદ્રકાંત (એમબીબીએસ સાહિત્યકાર, કવિ, શતકવીર રક્તદાતા ૧૦૩વાર), ડૉ શૈલેષ સોમપુરા, નવીનચંદ્ર ડોડીયા અને કવિઓ અને તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.