KBCમાં સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ જોવા મળશે
મુંબઈ, કેબીસી ૧૩નો આવનારો શુક્રવાર ખરેખર શાનદાર થવાનો છે, જેમાં અમિતાભ બચ્ચન બોલિવૂડના બે દમદાર એક્ટર્સ જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી સાથે સવાલ-જવાબ કરતા જાેવા મળશે. નોંધનીય છે કે, બિગ બી સામાન્ય જ્ઞાન ઉપરાંત એક્ટર્સને પર્સનલ અને પ્રોફેશનલ જીવનથી જાેડાયેલા સવાલો પણ પૂછશે.
આ ખાસ એપિસોડમાં દર્શકોને પોતાના મનપસંદ કલાકારોની નવી અને રસપ્રદ વાતો જાણવાનો મોકો મળશે એટલે તેઓ આ એપિસોડની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. અભિનેતા સુનિલ શેટ્ટીએ કેબીસીના સેટ પર જેકી શ્રોફ સાથે ફોટો શેર કરતા લખ્યુ છે કે, કિધર અપુન લોગ? આ ફોટો પર જેકી શ્રોધના પુત્ર ટાઇગર શ્રોફે કોમેન્ટ કરતા ઇમોજી બનાવી છે.
શો કૌન બનેગા કરોડપતિમાં દર શુક્રવારે જુદા-જુદા ફિલ્ડની જાણીતી વ્યક્તિ આવે છે. આ વખતે સુનીલ અને જેકી આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ શો દ્વારા જીતેલી રકમ લોકોના કલ્યાણ સાથે જાેડાયેલી સંસ્થાઓને ડોનેટ કરશે. જેકી આ રકમને ડોનેટ કરશે, તો સુનીલ ‘વિપલા ફાઉન્ડેશન’ને દાન આપશે.
સુનિલે કેબીસીના સેટનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, કિધર અપુન લોગ? જેકી શ્રોફ. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ સુનીલ શેટ્ટીએ જેકી શ્રોફ સાથેની મિત્રતાના ૪૫ વર્ષ સેલિબ્રેટ કર્યા હતા. આ બંને કલાકારોએ ‘બોર્ડર’, ‘બાઝઃ અ બર્ડ ઇન ડેન્જર’ અને ‘રેફ્યુજી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, અમિતાભ બચ્ચન જેવા મહાન અભિનેતા પાસેથી જ્ઞાન અને શિસ્તના પાઠ શીખીને હંમેશાની જેમ દિગ્મૂઢ બની જવાય છે.
જે બાદમાં તમે કાયમી કરોડપતિ બનીને નીકળો છો. અમીતજી, આ ક્ષણ માટે તમારો આભાર. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેબીસી-૧૩ની હોટ સીટ પર અમિતાભ બચ્ચન સામે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા અને પી.આર. શ્રીજેશ નજરે પડ્યા હતા. આ એપિસોડને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.SSS