Western Times News

Gujarati News

કેબીસી ગ્લોબલે મુથુસુબ્રમણ્યન હરિહરનને કંપનીના ઈડી અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા

નાસિક, કન્સ્ટ્રક્શન અને રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં અગ્રણી કંપની કેબીસી ગ્લોબલ લિમિટેડે (અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ તરીકે જાણીતી હતીકંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ તરીકે શ્રી મુથુસુબ્રમણ્યન હરિહરનની નિયુક્તિને મંજૂરી આપી છે જે 09 જુલાઈ, 2024થી અમલી રહેશે. કંપનીની 08 જુલાઈ, 2024ના રોજ યોજાયેલી તેની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિયુક્તિની પુષ્ટિ કરી હતી. તેઓ આગામી સામાન્ય બેઠકની તારીખ સુધી હોદ્દા પર રહેશે.

શ્રી મુથુસુબ્રમણ્યમ હરિહરન કંપની દ્વારા નિર્ધારિત વૈશ્વિક વ્યાપાર વિકાસનું નેતૃત્વ કરવા અને કંપનીની વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ અને સંસ્થાના વિઝન, મિશન અને વ્યૂહાત્મક ઉદ્દેશ્યોના વિકાસ અને કમ્યૂનિકેશનની કામગીરી કરશે.

KBC Global Ltd Appoints Mr. Muthusubramanian Hariharan, as Executive Director and CEO of the Company

વ્યાપાર વિસ્તરણ માટે નવી તકો શોધવાના હેતુ સાથે, કંપનીએ મુંબઈમાં મૈત્રય બિઝનેસ પાર્ક, કોસ્મોસ બેંકની સામે, હનુમાન રોડ, વિલે પાર્લે ખાતે કોર્પોરેટ ઓફિસ ખોલી છે.

2007માં સ્થપાયેલી કંપનીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ભારતમાં નાસિકમાં રેસિડેન્શિયલ અને રેસિડેન્શિયલ-કમ-ઓફિસ પ્રોજેક્ટ્સ બનાવવા અને તેના વેચાણમાં વિશેષતા ધરાવે છે. કંપની મુખ્યત્વે બે વિભાગોમાં કાર્ય કરે છે: રેસિડેન્શિયલ  અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનું બાંધકામ અને વિકાસ તથા કરાર આધારિત પ્રોજેક્ટ. કંપનીના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં હરિ ગોકુલધામ, હરિ નક્ષત્ર-2, ઇસ્ટએક્સ્ટ ટાઉનશિપ, હરિ સંસ્કૃતિ, હરિ સિદ્ધિ, અને હરિ સમર્થ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે વ્યૂહાત્મક યોજનાઓ પણ જાહેર કરી છે. એપ્રિલ 2024ના મહિનામાં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એફસીસીબીના ઇશ્યૂના નિયમો અને શરતો અનુસાર કુલ 60 બોન્ડને ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી.

કંપનીએ મહારાષ્ટ્રના નાસિકમાં તેના વિવિધ ચાલુ પ્રોજેક્ટ્સમાં 100થી વધુ રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ યુનિટ્સ માટે પઝેશન સોંપ્યુ છે. જૂથે એપ્રિલ 2024થી કુલ 109 યુનિટ્સ માટે પઝેશન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન સોંપવામાં આવેલા કુલ યુનિટ્સમાંથી, કંપનીએ હરિ કુંજ મેફ્લાવર (MAHARERA Reg no: P51600020249) પ્રોજેક્ટના 76 યુનિટ્સનું પઝેશન સોંપ્યું છે જે કર્મયોગી નગર, નાસિક, મહારાષ્ટ્ર – 422 009 ખાતે આવેલ રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રોજેક્ટ છે. હરિ કૃષ્ણ પ્રોજેક્ટના ચોથા તબક્કામાં, કંપનીએ 19 યુનિટ્સ સોંપ્યા છે જ્યારે અન્ય પ્રોજેક્ટમાંથી બાકી છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર સતત વૃદ્ધિ માટે તૈયાર છે, જે પુરવઠા અને માંગની ગતિશીલતા, નિયમનકારી માળખું અને એકંદર આર્થિક સ્થિતિ જેવા પરિબળો દ્વારા સંચાલિત છે. “સૌ માટે આવાસ” અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારી પહેલો ઉદ્યોગમાં વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. વધુમાં, હાઈવે, એરપોર્ટ અને મેટ્રો જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા પ્રોજેક્ટ્સ રિયલ એસ્ટેટ માર્કેટના વિસ્તરણમાં ફાળો આપી રહ્યા છે.

તાજેતરમાં, કંપનીને સીઆરજેઈ (ઈસ્ટ આફ્રિકા) લિમિટેડ દ્વારા આશરે 20 મિલિયન યુએસ ડોલરના મૂલ્યનો નોંધપાત્ર પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સીઆરજેઈ સમગ્ર આફ્રિકામાં રેલવે અને ફાઇવ-સ્ટાર હોટલના નિર્માણમાં સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું આધુનિક સાહસ છે. આ નોંધપાત્ર કરાર સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સિવિલ એન્જિનિયરિંગ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કેબીસી ગ્લોબલ માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ કોન્ટ્રાક્ટ કેબીસી ગ્લોબલની સંપૂર્ણ માલિકીની કેન્યાની પેટાકંપની, કાર્ડા ઈન્ટરનેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા મેળવવામાં આવ્યો હતો, જે આફ્રિકન માર્કેટમાં કંપનીના વિસ્તરી રહેલી હાજરી દર્શાવે છે.

આ મળેલો કોન્ટ્રાક્ટ આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કેબીસી ગ્લોબલની વધતી જતી ક્ષમતાઓ અને પ્રતિષ્ઠા રજૂ કરે છે. આ પ્રોજેક્ટ આફ્રિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિમાં ફાળો આપવાની કંપનીની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, જે ખંડના વિકાસમાં અગ્રણી કંપની બનવામાં તેનું પ્રથમ મોટું પગલું છે. આ સિદ્ધિ સાથે, કેબીસી ગ્લોબલ ઇસ્ટ આફ્રિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર છે, જે પ્રદેશની મહત્વાકાંક્ષી વૃદ્ધિ અને વિકાસ લક્ષ્યો સાથે જોડાયેલી છે.

ચીનના રેલ્વે મંત્રાલય હેઠળના જિયાનચાંગ એન્જિનિયરિંગ બ્યુરોની તાઝારા કન્સ્ટ્રક્શન એઇડિંગ ટીમમાંથી ઉદ્દભવેલી, સીઆરજેઈ એ પ્રતિષ્ઠિત ચાઇના રેલ્વે કન્સ્ટ્રક્શન ગ્રુપ કંપનીનો પણ એક ભાગ છે, જે પૂર્વ આફ્રિકામાં વ્યવસાયના વિકાસ માટે સ્થપાયેલી છે. નાણાંકીય વર્ષ 2022-23માં કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડે રૂ. 10,818.56 લાખની આવક નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.