કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ કોલેજ ચેસમાં ઝળકી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/2210-valsad-1024x1233.jpg)
વાપી, વાપી સ્થિત ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં વિધાર્થીઓને દરેક રમતો માટે યોગ્ય તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. સદર કોલેજની વિધાર્થીનીઓ દિવ્યા માહ્યાવંશી કિરણ ચૌહાણ અને ફિયા બિન્ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંદર્ભિત યોજાયેલ ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરતા ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટ (ગર્લ્સ)માં પસંદગી થઈ છે.
આ ખેલાડી મિત્રોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યપક ડો. મયુર પટેલે પૂરૂ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી ચૌહાણે વિધાર્થીની મિત્રોનો, માર્ગદર્શકનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાંપણ કોલેજનું નામ રોશન કરવા માટે આહવાન આપી શુભેચ્છા પાઠવી હતી.