ભારત જીતવા માટે નિકળેલા KCRએ ગૃહરાજ્ય પણ ગુમાવ્યું
કેસીઆર સીએમ તરીકે હેટ્રિક ફટકારવામાં નિષ્ફળ
હૈદરાબાદ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની સાથે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ આવી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. તેલંગાણાની રચના ૨૦૧૩માં થઈ હતી.
આ પછી આ ત્રીજી ચૂંટણી છે. કેસીઆર આ ચૂંટણીમાં સીએમ તરીકે હેટ્રિક ફટકારવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બે વખતના સીએમ કેસીઆર માટે આ મોટો ફટકો છે. કેસીઆરની હાર પાછળનું મુખ્ય કારણ તેમનો રાષ્ટÙીય રાજકારણ તરફનો ઝુકાવ માનવામાં આવે છે.
૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા બાદ કેસીઆરે લોકસભા ચૂંટણી માટે ત્રીજા મોરચાની વાત કરી હતી. ૨૦૨૪ની ચૂંટણી પહેલા પણ તેઓ આ જ ફોર્મ્યુલા હેઠળ વિપક્ષી ગઠબંધન ઈÂન્ડયા સાથે જાડાયા ન હતા. ઓક્ટોબર ૨૦૨૨ માં, કેસીઆર એ રાષ્ટÙીય મંચ પર લાવવા માટે તેમની પાર્ટી ટીઆરએસ (તેલંગાણા રાષ્ટÙ સમિતિ) નું નામ બદલીને બીઆરએસ (ભારત રાષ્ટÙ સમિતિ) કર્યું.
એટલું જ નહીં, જ્યારે તેલંગાણાની ચૂંટણીમાં એક વર્ષથી પણ ઓછો સમય બાકી હતો અને કોંગ્રેસ-ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યમાં કેસીઆર વિરુદ્ધ માહોલ બનાવવામાં વ્યસ્ત હતા, ત્યારે કેસીઆર ૭૦૦-૭૦૦ કારોના કાફલા સાથે તેલંગાણાની બહાર મહારાષ્ટÙમાં પ્રસારમાં વ્યસ્ત હતા. આ રેલીઓમાં સમગ્ર તેલંગાણા કેબિનેટ પણ તેમની સાથે જતુંહતું.
એટલું જ નહીં, કેસીઆર અલગ-અલગ રાજ્યોમાં ગયા અને વિપક્ષી નેતાઓને મળ્યા. તેઓ પટના પણ ગયા હતા અને જૂનમાં નીતિશ કુમારને મળ્યા હતા. નિષ્ણાતોનું માનવું છે કે કેસીઆર પોતાને રાષ્ટિય નેતા તરીકે સ્થાપિત કરવા માંગતા હતા. એટલું જ નહીં, તેમને તેલંગાણામાં જીતનો વિશ્વાસ હતો, તેમનો ઈરાદો તેમના પુત્ર કેટી રામારાવને તેલંગાણાના રાજકારણમાં સ્થાપિત કરવાનો હતો.
રામારાવ તેમની સરકારમાં મંત્રી પણ હતા. પરંતુ કેસીઆરનું આ પગલું આ વિધાનસભા ચૂંટણીમાં બેકફાયર થતું જણાય છે. જ્યાં એક તરફ તેમણે તેમના ગૃહ રાજ્ય તેલંગાણામાં સત્તા ગુમાવી છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને પોતાની સાથે લાવવાના તેમના પ્રયાસો પણ સફળ થતા જણાતા નથી.