કેદારનાથમાં ૨ હજાર લોકો ફસાયા, સેનાના હેલિકોપ્ટરો આવ્યા મદદે
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે
(એજન્સી)કેદારનાથ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી છે. રાજ્યમાં ૪૮ કલાક સુધી ભારે વરસાદનું એલર્ટ છે. આ કારણે એનડીઆરએફની ૧૨ ટીમો અને એસડીઆરએફની ૬૦ ટીમો તૈનાત કરવામાં આવી છે.
વરસાદના કારણે હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, રુદ્રપ્રયાગ અને નૈનીતાલમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. જ્યારે કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે ૨૦૦૦થી વધુ લોકો લિંચોલી અને ભીંબલી નજીક પગપાળા માર્ગ પર ફસાયેલા છે. તેમને બચાવવા માટે ૫ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. મુંકટિયાથી સોનપ્રયાગ સુધી ૪૫૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે શુક્રવારે (૨ ઓગસ્ટ) ના રોજ ૨૪ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી ૪ દિવસ સુધી રહેશે.
કેદારનાથ માર્ગ પર ફસાયેલા મુસાફરોને બચાવવા માટે જીડ્ઢઇહ્લ તૈનાત કરવામાં આવી છે. મુનકટિયાથી સોનપ્રયાગ સુધી ૪૫૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના લોકોને ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે શુક્રવારે (૨ ઓગસ્ટ) ના રોજ ૨૪ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશના ૧૧ જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ છે, જે આગામી ૪ દિવસ સુધી રહેશે.
રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એનકે રાજવારના જણાવ્યા અનુસાર, ગૌરીકુંડથી શરૂ થતા ૧૬ કિલોમીટર લાંબા કેદારનાથ ટ્રેકને ઘોડા પડાવ, લિંચોલી, બડી લિંચોલી અને ભીંબલીમાં નુકસાન થયું છે. રામબાડા પાસેના બે પુલ પણ ગઈરાત્રે ધોવાઈ ગયા હતા. કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે એરફોર્સની મદદ લીધી છે.