કેદારનાથમા બે દિવસમાં ૧૪ ઘોડા-ખચ્ચરના મોત

File
(એેજન્સી) ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાં ચારેય ધામના કપાટ ખુલી ગયા બાદ દૈનિક હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે, જોકે આ દરમિયાન કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
અહીં વાયરસના કારણે બે દિવસમાં ૧૪ ઘોડા અને ખચ્ચરના મોત થયા છે. આ ઉપરાંત ૧૫૨ પશુઓ પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ વહિવટીતંત્રએ ઘોડા-ખચ્ચરની સવારી પર ૨૪ કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે. બીજીતરફ કેન્દ્ર સરકારે સંક્રમણના કારણે પશુઓના મોત થયા બાદ તુરંત દિલ્હીથી ટીમ રૂદ્રપ્રયાગ રવાના કરી દીધી છે.
મળતા અહેવાલો મુજબ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ઘોડા અને ખચ્ચરોમાં એક્કાઈન ઇન્ફ્લૂએન્જા વાયરસ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ પશુપાલન વિભાગે તુરંત હરકતમાં આવી પશુઓની તપાસ અને સારવાર શરૂ કરી દીધી છે.