એસીને ૨૪ ડિગ્રીએ રાખો અને વીજળીની બચત કરો : મોદી
કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની સાથે આજે ગુરૂવારે મિશન લાઈફની શરૂઆત કરતા કહ્યુ કે તે આ ગ્રહની, ગ્રહ માટે અને ગ્રહ દ્વારા તૈયાર જીવનશૈલી છે. સાથે જ તેમણે પોતાના સંબોધનમાં એસી વાપરનારને એ પણ કહ્યુ કે જે અમુક લોકો એસીના ટેમ્પરેચરને ૧૭ કે ૧૮ ડિગ્રી સુધી રાખવાનુ પસંદ કરે છે, આનાથી પર્યાવરણ પર નકારાત્મક અસર પડે છે.
એસીનુ તાપમાન ૧૮ ડિગ્રી પર રાખવાનુ અને પછી ધાબળા ઓઢવાના, તેના બદલે તાપમાન ૨૪ ડિગ્રીએ રાખો અને વિજળીની બચત કરો તે જ શ્રેષ્ઠ છે. તેમણે એ પણ કહ્યુ કે ક્લાઈમેન્ટ ચેન્જને સરકારી નીતિનો વિષય બનાવી દેવાયો છે પરંતુ નીતિ નિર્માણથી દૂર જવાની જરૂર છે.
કેવડિયામાં પીએમ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે મિશન લાઈફ ક્લાઈમેટ ચેન્જની અસરથી પૃથ્વીને બચાવવા માટે શરૂ કરવામાં આવેલુ વૈશ્વિક આંદોલન છે. મિશન લાઈફ લોકોના અનુકૂળ ગ્રહના વિચારને મજબૂત કરશે. મિશન લાઈફ સાથે જાેડાયેલી ત્રણ રણનીતિઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યુ કે આનો ઉદ્દેશ્ય સ્થાયી આદર્શ પર્યાવરણ માટે લોકોના વલણને ત્રણ રણનીતિઓ તરફ જાેડવાનો છે.
જેમાં લોકો દ્વારા પોતાની દિનચર્યામાં સામાન્ય પરંતુ પ્રભાવી પર્યાવરણ અનુકૂળ આચરણનુ પાલન કરવુ, ઉદ્યોગો અને માર્કેટને બદલાતી માગ હેઠળ પરિવર્તન કરવામાં સક્ષણ બનાવવા અને સરકાર તથા ઔદ્યોગિક નીતિઓને પ્રભાવિત કરવી જેથી તે ટકાઉ વપરાશ અને ઉત્પાદન (નીતિ) નુ સમર્થન કરવાનુ સામેલ છે.જિમ પ્રત્યે ઉત્સાહી લોકો માટે વડાપ્રધાન મોદીએ એક સલાહ પણ આપી. તેમણે કહ્યુ, કારમાં જિમ જવા કરતા કોઈ પણ જગ્યાએ ચાલવાનુ પસંદ કરો. તેનાથી હેલ્થ સારી રહેશે અને ઈંધણ તેમજ ઉર્જાની પણ બચત થશે.