રસ્તા પર કચરો જોઈને રાખી સાવંતે પાવડો લઈને કરી સફાઈ
મુંબઈ, રાખી સાવંતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં તે હાથમાં પાવડો લઈને ઊભી છે અને રસ્તાના કિનારે પડેલો કચરો ઉપાડવાની તૈયારી કરી રહી છે. રાખી પોતાના જિમની બહાર રોડ પર પથરાયેલા કચરાને જાેઈને ખૂબ જ પરેશાન દેખાતી હતી.
રાખીએ તેને જાતે સાફ કરવાનું નક્કી કર્યું અને તે પાવડો લઈને ચાલતી જાેવા મળી. તેણે ત્યાં ઉભેલા કેટલાક લોકોને BMC કામદારો વિશે પૂછ્યું અને કહ્યું, BMC વર્કરોએ રસ્તો કેમ સાફ ન કર્યો? શું તેઓ પાર્ટી કરી રહ્યા છે?’ રાખી સાવંતની સફાઈનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એક વાયરલ વીડિયોમાં રાખીને કહેતી જાેઈ શકાય છે, “સાથીઓ સાથ આપજાે, એકલો માણસ થાકી જશે, સાથે મળીને કચરો ઉપાડશો. મિત્રો, હું આજે જીમમાં આવી છું. અને મેં જાેયું છે કે સરકારે આવા સુંદર રસ્તાઓ બનાવ્યા છે, સરકાર કહે છે કે સારા દિવસો (અચ્છે દિન) આવ્યા છે. પણ અહીં જુઓ, કેટલા સારા દિવસ છે. રાખી સાવંત રસ્તાના કિનારે પડેલો કચરો બતાવતી જાેવા મળે છે.
પછી તે એક ચોકીદારને બોલાવે છે અને સમજાવે છે કે આવા કચરાને કારણે ત્યાં કાદવ થશે અને પછી ડેન્ગ્યુ-મેલેરિયા થશે. મચ્છર આવીને કરડશે, તે જાેશે નહીં કે અમીર છે કે ગરીબ. કોણ બીમાર હશે? આ BMCના લોકોએ તેને ઉપાડીને દૂર કેમ ન કર્યો.
શું BMCના લોકો ગાડી લઈને પાર્ટી સેલિબ્રેટ કરે છે? આ પછી રાખી સાવંત કચરો ઉપાડવાનું શરૂ કરે છે અને આસપાસ હાજર લોકોને કચરો એકઠો કરવામાં મદદ કરવા કહે છે. રાખીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી એક ઓટો ડ્રાઈવરને ભગાડતી જાેવા મળી રહી છે. તે તેમને કહે છે, “અહીં કોઈ તમાશા નથી થતું.SS1MS