કિર્તી સુરેશે એન્ટોની થટ્ટીલ સાથે રિલેશનશિપ કન્ફર્મ કરી
મુંબઈ, છેલ્લાં ઘણા સમયથી સાઉથની જાણીતી એક્ટ્રેસ કિર્તી સુરેશ ડિસેમ્બરમાં લગ્ન કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાંક લોકો આ વાતને અફવા પણ ગણાવતા હતા.
ત્યારે હવે આ એક્ટ્રેસે અંતે એન્ટોની થટ્ટીલ સાથે પોતાની રિલેશનશિપ અંગે જાહેરાત કરી દિધી હતી અને હવે તેણે લગ્ન કરવાની પણ જાહેરાત કરી છે. કિર્તીએ એન્ટોની સાથે એક તસવીર શેર કરી હતી અને એ પણ જાહેર કર્યું હતું કે તેઓ છેલ્લા ૧૫ વર્ષથી એકબીજા સાથે છે.આમાં રસપ્રદ વાત એ પણ છે કે, કિર્તીના પૅટ ડોગનું નામ પણ તેના અને તેના પાર્ટનરના નામ પરથી પાડવામાં આવ્યું છે.
આ તસવીર શેર કરતાં કિર્તીએ લખ્યું હતું, “૧૫ વર્ષ અને હજુ ગણવાના ચાલુ..હંમેશાથી એન્ટોની ટ કિર્તી (લાઇકિક) જ રહ્યું છે.” તેની આ પોસ્ટ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી માલવિકા મોહનન, પ્રિયંકા મોહન, રાશિ ખન્ના, હંસિકા ત્રિશા, સંદીપ કિશન, વાણી ભોજન, નઝરિયા ફહાદ સહીતના કલાકારોએ કિર્તી સુરેશની એન્ટોની થટ્ટીલ સાથેની રિલેશનશિપને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
કેટલાંક અહેવાલો એવા પણ છે કે એન્ટોની દુબઈનો એક બિઝનેસમેન છે અને તેના કોચીમાં કેટલાંક રિસોટ્ર્સ પણ છે. કિર્તી અને એન્ટોની સ્કૂલથી જ એકબીજાને ઓળખે છે અને પસંદ કરે છે. હવે આ બંને ડિસેમ્બર મહિનામાં ૧૧ અને ૧૨ તારીખે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. તાજેતરમાં એક પાપરાઝીએ કિર્તીને લગ્ન અંગે પૂછ્યું તો કિર્તીએ કહ્યું, “હું આવતા મહિને ગોવામાં લગ્ન કરવાની છું.
તેથી જ હું શ્રીવારુ દર્શન માટે આવી છું. લગ્ન ગોવામાં યોજાશે.” કિર્તીએ લગ્નની તારીખ જાહેર કરી નહોતી, પરંતુ જાણકાર સૂત્રોએ આ સસ્પેન્સ પરથી પડદો ઊંચક્યો હતો.SS1MS