Western Times News

Gujarati News

કીર્તિ સુરેશે ફિલ્મની ટીમને વહેંચ્યા સોનાના સિક્કા

મુંબઈ, સાઉથની જાણીતી અભિનેત્રી કીર્તિ સુરેશ ટૂંક સમયમાં એક્ટર નાની સાથે ફિલ્મ દસારામાં જાેવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જાેરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. સાઉથના એક્ટર નાની અને કીર્તિ સુરેશની આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

કીર્તિ સુરેશ તેની ફિલ્મ દસારામાં અભિનયથી એટલી ખુશ છે કે તેણે ફિલ્મ યુનિટ સભ્યોને ૧૦-૧૦ ગ્રામના ૧૩૦ સોનાના સિક્કા વહેંચ્યા છે. રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ કીર્તિ સુરેશને લાગ્યું કે તેણે તે લોકો માટે કંઈક ખાસ કરવું જાેઈએ જેના લીધે દસારામાં તેણે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. આટલું જ નહીં, કીર્તિ સુરેશ પણ ફિલ્મના શૂટિંગના છેલ્લા દિવસે ભાવુક થઈ ગઈ હતી.

પછી તેણે ફિલ્મની ટીમને સોનાના સિક્કા વહેંચવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર, કીર્તિ સુરેશે ફિલ્મની ટીમને ૭૦થી ૭૫ લાખના સોનાના સિક્કા વહેંચ્યા હતા. કીર્તિ સુરેશ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે.

તમિલ અને તેલુગુ સિવાય તેણે મલયાલમ સિનેમામાં પણ ઘણી ફિલ્મો કરી છે. કીર્તિ સુરેશ માત્ર અભિનેત્રી જ નથી પરંતુ ડાન્સર અને પ્લેબેક સિંગર પણ છે. કીર્તિ સુરેશે ૨૦૦૦ના દાયકામાં બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી.

કીર્તિ સુરેશે તેલુગુ ફિલ્મ મહાંતી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો હતો. કીર્તિ સુરેશના પિતા સુરેશ કુમાર દક્ષિણના જાણીતા ફિલ્મ નિર્માતા છે, જ્યારે માતા મેનકા સુરેશ જાણીતી અભિનેત્રી છે.

કીર્તિ સુરેશ એક ફેશન ડિઝાઇનર પણ છે. જે રીતે કીર્તિ સુરેશે તેની ફિલ્મની ટીમને સોનાના સિક્કા વહેંચ્યા, અગાઉ એક્ટર રામ ચરણે પણ કંઈક એવું જ કર્યું હતું.

તેણે RRRની ટીમને ૧૧.૬ ગ્રામ સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા. એટલું જ નહીં, રામ ચરણે ફિલ્મની આખી ટીમને હૈદરાબાદ સ્થિત પોતાના ઘરે નાસ્તા માટે પણ આમંત્રણ આપ્યું હતું.

અભિનેતા કમલ હાસને પણ કંઈક આવું જ કર્યું હતું. તેમની ફિલ્મ ‘વિક્રમ’ની બ્લોકબસ્ટર સફળતા પછી દિગ્દર્શક લોકેશ કનગરાજને એક નવી કાર ભેટમાં આપી હતી, ૧૩ સહાયક દિગ્દર્શકોને બાઇક ભેટમાં આપી હતી. એટલું જ નહીં, કમલ હાસને કો-સ્ટાર સુર્યાને રોલેક્સ ઘડિયાળ ભેટમાં આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.