સાઇ પલ્લવીએ છોડેલી ફિલ્મ કિર્તી સુરેશને મળી

મુંબઈ, કોમેડિયન વેણુ યેલ્ડાંડી એ ‘બાલાગમ’ સાથે તેલંગણાની એક વાસ્તવિક કથા પર આધારિત ફિલ્મથી ડેબ્યુ કર્યું છે. હવે તે એક બીજી ફિલ્મ ડિરેક્ટ કરવાની તૈયારી કરે છે, હાલ પૂરતું તેનું નામ‘યેલ્લમ્મા’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નિતિન લીડ રોલ કરશે તેમજ ફિલ્મ હાલ પ્રિ પ્રોડક્શનના તબક્કામાં છે.
દિલ રાજુના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ થશે. શરૂઆતમાં આ ફિલ્મમાં સાઇ પલ્લવી લીડ રોલ કરવાની હતી અને તેની ફિલ્મની ટીમ સાથે વાતચીત પણ ચાલતી હતી. પરંતુ હવે તેણે આ ફિલ્મ છોડી દીધી છે, કારણ કે તેણે બોલિવૂડની ફિલ્મનું શૂટિંગ દેશની બહાર થવાનું હોવાથી સાઇ પલ્લવીએ તે ફિલ્મ માટે એકરપસાથે તારીખો ફાળવી દીધી છે.
તેથી હવે ફિલ્મની ટીમ દ્વારા આ રોલ માટે કિર્તી સુરેશનો સંપર્ક કરવામાં આવ્યો છે, તે આ રોલમાં લગભગ નક્કી જ છે. નિતિન અને કિર્તીએ આ પહેલાં ‘રંગ દે’માં એકસાથે કામ કર્યું છે. જોકે, આ કિર્તીનો ગ્લેમરસ રોલ નહીં હોય. કિર્તી પણ કોઈ રસપ્રદ તેલુગુ ફિલ્મમાં કામ કરવાની રાહ જોતી હતી. મહત્વની વાત એ છે કે ધમાકેદાર સંગીત માટે જાણીતા અજય અને અતુલ આ ફિલ્મનું સંગીત આપવાના છે.
‘યેલ્લમ્મા’ આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે. પહેલાં નિતિન પોતાની ફિલ્મ ‘રોબિનહૂડ’ અને ‘થમ્મુડુ’નાં પ્રમોશનનું કામ કરશે. ત્યાર બાદ તે ‘યેલ્લમ્મા’નું કામ શરૂ કરશે. કિર્તી સુરેશની ‘બૅબી જ્હોન’ થોડાં વખત પહેલાં રિલીઝ થઈ છે અને હવે તે એક હિન્દી રોમકોમમાં કામ કરવા જઈ રહી છે, એવા પણ અહેવાલો છે.SS1MS