કેજરીવાલ આ 6 લોકોને તિહાર જેલમાં મળી શકે છે, કોણ છે છઠ્ઠો વ્યક્તિ?
AAPના નેતા સંજય સિંહને ૨ નંબરની જેલમાંથી ૫ નંબરની જેલમાં શિફ્ટ કરાયા. મનિષ સિસોદીયાને જેલ નંબર ૧માં રખાયા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન જેલ નંબર ૭માં છે.
જેલમાં આ પુસ્તકો સાથે લઈને ગયા છે કેજરીવાલ – રામાયણ, ભગવત ગીતા અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ લખેલું પુસ્તક, હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ.
કેજરીવાલે પોતાના જ બે મંત્રીના નામ ઈડીને જણાવ્યા -કેજરીવાલની હાજરીમાં ઈડીએ કોર્ટમાં કહ્યું કે, તેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે
નવી દિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરી દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ઈડી તરફથી એએસજી રાજુએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફથી રમેશ ગુપ્તાએ દલીલ રજુ કરી હતી. કેજરીવાલની હાજરીમાં ઈડીએ કોર્ટમાં કહ્યું કે, તેઓ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેજરીવાલે પૂછપરછમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓના નામ આપ્યા હોવાનો ઈડીએ કોર્ટમાં દાવો કર્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. અહીં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. આ દરમિયાન તેને જેલમાં મળવા માટે 6 લોકોના નામ આપ્યા છે. જેલના નિયમો અનુસાર તે 10 લોકોના નામ આપી શકે છે. તેમજ જો જરૂર પડે તો તેઓ આ નામોમાં ફેરફાર પણ કરી શકે છે. તેણે જેલમાં પોતાની સાથે ત્રણ પુસ્તકો રાખવાની પરવાનગી પણ માંગી છે. આ પુસ્તકોના નામ છે – રામાયણ, ભગવત ગીતા અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ લખેલું પુસ્તક, હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ.
તેઓ સુનીતા કેજરીવાલની પત્ની, પુલકિત પુત્ર, પુત્રી હર્ષિતા, વિભવકુમાર પી.એ, સંદીપ પાઠક મિત્ર અને અન્ય મિત્રને મળી શકશે.
કેસની સુનાવણી અંતે કોર્ટે કેજરીવાલને ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી દીધા છે. આ કેસમાં કેજરીવાલ છેલ્લા ૧૦ દિવસથી જેલમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૫ દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તેમને તિહાડ જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ સીએમની ૧૫ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માંગી હતી જેના પર રાઉજ એવન્યુ કોર્ટે મહોર લગાવી દીધી. કોર્ટમાં પેશી માટે લઈ જવામાં આવતા હતા
તે વખતે કેજરીવાલે કહ્યું કે પીએમ જે પણ કરી રહ્યા છે તે ઠીક નથી કરી રહ્યા. આ ઉપરાંત ઈડીએ એક ચોંકાવનારો દાવો એમ પણ કર્યો છે કે કેજરીવાલે બે નેતાઓના નામ આપ્યા છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું કે કેજરીવાલ તપાસમાં મદદ કરતા નથી. તેઓ ગોળગોળ જવાબ આપે છે અને તપાસ આગળ ન વધે એટલે તેમના આઈફોનના પાસવર્ડ પણ આપતા નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલમાં તિહાડ જેલમાં હાઈલેવલ બેઠક થઈ હતી. કહેવાયું હતું કે આ મામલે આજે પણ એક હાઈ લેવલની બેઠક થઈ છે. ગત બેઠકોમાં ચર્ચા થઈ હતી કે જો કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં રાખવામાં આવે તો તેમને કયા નંબરની જેલમાં રાખવા. આ સાથે જ તેમની સુરક્ષાને લઈને પણ ચર્ચા થઈ.
ઈડીએ કોર્ટમાં જણાવ્યું કે પૂછપરછમાં કેજરીવાલ ગુમરાહ કરવાની કોશિશ કરે છે. જે સમયે ઈડીના વકીલ દલીલ કરી રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં હાજર હતા. જ્યારે ઈડીએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલે પૂછપરછમાં જણાવ્યું છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા. તો તે વખતે કેજરીવાલ ચૂપ્પી સાધીને બેઠા હતા.
આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે તેમણે કોર્ટમાં બે મંત્રીઓના નામ લીધા. કેજરીવાલે ઈડીને પૂછપરછ દરમિયાન કહ્યું કે વિજય નાયર તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા. નોંધવા જેવી વાત એ છે કે જ્યારે ઈડી કોર્ટમાં આ જણાવી રહી હતી ત્યારે કેજરીવાલે તે વાતને ફગાવી પણ નહીં અને મૌન જાળવી રાખ્યું.
મીડિયા રિપોર્ટ મુજબ જે સમયે સૌરભ ભારદ્વાજનું નામ લેવાયું ત્યારે તેઓ કોર્ટ રૂમમાં હાજર હતા. પોતાનું નામ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા અને તમણે ત્યાં ઊભેલા સુનિતા કેજરીવાલ તરફ જોયું અને સુનિતા કેજરીવાલે પણ સૌરભ ભારદ્વાજ તરફ જોયું હતું. અત્રે જણાવવાનું કે આતિશી ગોવા વિધાનસભા ચૂંટણી વખતે ગોવા પ્રભારી હતા.
અરવિંદ કેજરીવાલ એ સવાલનો જવાબ આપવાથી બચી રહ્યા કે આખરે નાયરે કેમ સીએમ કેમ્પ કાર્યાલયમાં કામ કરનારા લોકો વિશે જાણકારી નહીં હોવાનો દાવો કર્યો હતો, તેણે સીએમના કેમ્પ કાર્યાલયથી કામ કર્યું હતું. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ૨ નંબરની જેલમાંથી ૫ નંબરની જેલમાં શિફ્ટ કરાયા. મનિષ સિસોદીયાને જેલ નંબર ૧માં રખાયા છે. જ્યારે સત્યેન્દ્ર જૈન જેલ નંબર ૭માં છે. આ જેલમાં ઈડી અને સીબીઆઈ સંબંધિત કેદીઓ રાખવામાં આવે છે.