Western Times News

Gujarati News

કેજરીવાલ ગુજરાતમાં: ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની કરી શકે છે જાહેરાત

ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ચૂંટણી રસપ્રદ થવાના એંધાણ

અમદાવાદ,  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણીને નજીક જાેતા તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં આ વખતે ત્રપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે. જેમાં કોંગ્રેસ ભાજપ સાથે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ થવા જઇ રહી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલે (૨૧મી જુલાઈ) ગુજરાતમાં છે. સુરતમાંથી અરવિંદ કેજરીવાલ મોટી જાહેરાત કરી શકે છે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં ફ્રી વીજળીની કેજરીવાલ જાહેરાત કરે તેવી શક્યતા છે. આવતી કાલે બપોરે અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદ સંબોધશે.

કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેમનો આ પ્રકારે કાર્યક્રમ ઘડાયો છે. અરવિંદ કેજરીવાલ ૨૦ જુલાઈએ રાત્રે ૮ઃ૩૦ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે ૨૧મી જુલાઈના રોજ કેજરીવાલ સુરતના ટાઉનહોલ ખાતે આવશે અને સભાઓ ગજવશે.

કેજરીવાલ મીડિયા અને ગુજરાતની જનતાની સામે મોટી જાહેરાત કરશે, અને પછી તેઓ સાંજે ૪.૩૦ કલાકે દિલ્હી જવા રવાના થશે. ગુજરાતમાં કેજરીવાલ મોટી જાહેરાત કરી શકે તેવી અટકળો વેગવાન બની છે. અરવિંદ કેજરીવાલ સુરત ખાતે આવવાના હોવાથી ગુજરાતના તમામ હોદ્દેદારો, નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીને લઇ મનોમંથન કરશે.

થોડાક દિવસ અગાઉ કેજરીવાલ જ્યારે અમદાવાદ આવ્યા હતા, ત્યારે પણ લોકો સાથે વીજળી મુદ્દે જનસંવાદ સાંધ્યુ હતું. અરવિંદ કેજરીવાલની એક મહિનામાં બીજી મુલાકાતને લઇ ગુજરાતમાં તરફ પૂરેપૂરો ભાર આપવામાં આવી રહ્યો છે. કેજરીવાલ સુરતમાં ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. આ સાથે ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને ગુજરાતના રાજ્ય સંગઠન સાથે સમીક્ષા બેઠક પણ કરશે.

અગાઉ કેજરીવાલ જ્યારે અમદાવાદમાં આવ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતની જનતા સમક્ષ દિલ્હી મોડલ રજૂ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાના સવાલોના જવાબ સંતોષકારક આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.