Western Times News

Gujarati News

કેજરીવાલે તમારું, મારું અને રાષ્ટ્રપતિનું અપમાન કર્યુ: દિલ્હી LG

નવી દિલ્હી, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની વચ્ચે ઘર્ષણ યથાવત છે. આ દરમિયાન ઉપરાજ્યપાલે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને સોમવારે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉપરાજ્યપાલે કેજરીવાલ દ્વારા તેમનું અપમાન કરાયું હોવાથી દુખી હોવાનો પણ ઉલ્લેખ કર્યાે છે.

દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ મુખ્યમંત્રી આતિશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, હું સર્વપ્રથમ તમને આગામી નવા વર્ષ ૨૦૨૫ માટે શુભકામના પાઠવું છું.

મારી પ્રાર્થના છે કે તમે હંમેશા સ્વસ્થ રહો અને પ્રગતિના પથ પર આગળ વધો. તમને મુખ્યમંત્રીપદના શપથ અપાવવાના અવસર પર પણ મેં તમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી, અને ત્યારથી હમણા સુધીના સમયગાળામાં, મેં મારા અઢી વર્ષના કાર્યકાળમાં પહેલીવાર મુખ્યમંત્રી પદ પર બેઠલા વ્યક્તિને કામ કરતો જોયો.

જ્યારે તમારા પુરોગામી મુખ્યમંત્રી (કેજરીવાલ) પાસે સરકારનો એક પણ વિભાગ ન હતો, અને એ ફાઈલો પર હસ્તાક્ષર પણ કરતા ન હતા, જ્યારે તમે(આતિશી) અનેક વિભાગોની જવાબદારી લઈને વિવિધ વહીવટીય મુદ્દાઓ પર કામ કરવાનો પ્રયાસ કર્યાે છે.આ સાથે ઉપરાજ્યપાલે આતિશીને લખેલા પત્રમાં આક્ષેપ લગાવ્યો કે, કેજરીવાલે ફક્ત તમારું નહીં, પણ મારું અને રાષ્ટ્રપતિનું પણ અપમાન કર્યું,

પરંતુ કેટલાક દિવસો પહેલા, તમારા પુરોગામી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા મીડિયામાં તમને જાહેરમાં એક કામચલાઉ મુખ્યમંત્રી ગણાવ્યા, તેનાથી હું ખૂબ દુખી છું.

આ ફક્ત તમારું અપમાન ન હતું, પરંતુ તમારી નિમણૂંક કરનાર ભારતની રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિ તરીકે મારું પણ અપમાન હતું. અસ્થાયી અથવા કામચલાઉ મુખ્યમંત્રીની જે સાર્વજનિક વ્યાખ્યા કેજરીવાલે કરી, તેની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. આ બાબા સાહેબ આંબેડકર દ્વારા રચિત બંધારણમાં લોકશાહી ભાવના અને મૂલ્યોની નિંદનીય અવગણના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.