‘કેજરીવાલને ધરપકડ બાદ રાજીનામું આપી દેવું જોઈતું હતું’: પ્રશાંત કિશોર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Prashant-Kishor-1024x576.webp)
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પર જન સૂરજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એ એક મોટી વ્યૂહાત્મક ભૂલ હતી, જેનાથી પાર્ટીને ભારે નુકસાન થયું.
એક ઇન્ટરવ્યુમાં, પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષાેમાં કેજરીવાલની બદલાતી રાજકીય વ્યૂહરચના, જેમ કે પહેલા ઇન્ડિયા બ્લોકમાં જોડાવું અને પછી એકલા દિલ્હી ચૂંટણી લડવાનો નિર્ણય લેવો, તે પણ આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શનનું એક મુખ્ય કારણ હતું.ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે આમ આદમી પાર્ટીની હારનું સૌથી મોટું કારણ ૧૦ વર્ષનો સત્તા વિરોધી માહોલ હતો.
બીજી અને કદાચ સૌથી મોટી ભૂલ કેજરીવાલનું રાજીનામું હતું. વાસ્તવમાં, દારૂ નીતિ કેસમાં ધરપકડ થતાં જ કેજરીવાલને રાજીનામું આપવું જોઈતું હતું, પરંતુ જામીન મળ્યા પછી અને ચૂંટણી પહેલા, બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવું તેમના માટે એક મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૨૭ વર્ષ પછી સત્તામાં પાછી ફરી છે. ભાજપે ૭૦ માંથી ૪૮ વિધાનસભા બેઠકો જીતીને આમ આદમી પાર્ટીના ૧૦ વર્ષના શાસનનો અંત લાવ્યો. તે જ સમયે, આમ આદમી પાર્ટી ફક્ત ૨૨ બેઠકો પર સમેટાઈ ગઈ છે.
જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહી.પ્રશાંત કિશોરે કહ્યું કે કેજરીવાલની સતત બદલાતી રાજકીય વ્યૂહરચનાઓ તેમની વિશ્વસનીયતાને નબળી પાડે છે. પહેલા ઇન્ડિયા બ્લોકમાં જોડાવાનો અને પછી તેને છોડવાનો નિર્ણય તેમની છબીને નુકસાન પહોંચાડે છે.
આ ઉપરાંત, તાજેતરના વર્ષાેમાં તેમનું વહીવટી મોડેલ પણ નબળું પડ્યું છે. ચૂંટણી રણનીતિકારે કહ્યું કે દિલ્હીમાં ગયા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનાથી આમ આદમી પાર્ટી સરકારની વહીવટી નિષ્ફળતાઓ છતી થઈ.
ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોને પડતી સમસ્યાઓએ કેજરીવાલ સરકારની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ મૂક્યો અને આ તેમના માટે હાનિકારક સાબિત થયું.SS1MS