કેજરીવાલ દિલ્હીના CM જ રહેશે? જેલમાંથી સરકાર ચલાવશે?
દિલ્હી પોલીસ DDU માર્ગને ટ્રાફિક માટે બંધ કર્યા છે, જેના કારણે નજીકના રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહે છે. DDU માર્ગ એ છે જ્યાં AAP અને BJP બંનેનું મુખ્યાલય છે.
લીગલ ટીમે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે-AAPના કેજરીવાલની ધરપકડ કરતા પહેલા સાવચેતીના પગલારૂપે દિલ્હીમાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી હતી.-AAPના કેજરીવાલે ED લોકઅપમાં કેવી રીતે રાત વિતાવી?
નવી દિલ્હી, દિલ્હી સરકારના ચકચારી શરાબ ગોટાળામાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. ઈડીએ નવ સમન્સ મોકલવા છતાં દિલ્હીના મુખ્યમંત્રી હાજર નહીં થતાં કોઈપણ સમયે આ ઘટનામાં ગંભીર વળાંક આવે તેવી સંપૂર્ણ શક્યતા નિહાળવામાં આવતી હતી. તે મુજબ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને કોઈપણ જાતની રાહતનો ઈનકાર કરી દેતાં તેમની પૂછપરછ અને ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો.
अरविंद केजरीवाल की गिरफ़्तारी के ख़िलाफ़ तानाशाह मोदी की भाज पार्टी के विरोध में आम आदमी पार्टी गुजरात का आक्रोश प्रदर्शन। pic.twitter.com/0xKrpWRHZ1
— Gopal Italia (@Gopal_Italia) March 22, 2024
ધરપકડ બાદ કેજરીવાલને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. આરએમએલ હોસ્પિટલથી પહોંચેલી ડોકટરોની ટીમે તેની સારવાર કરી હતી. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી. આજે AAP કેજરીવાલની ધરપકડનો વિરોધ પણ કરશે.
આ સિવાય સુપ્રીમ કોર્ટમાં પણ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચ બનાવવામાં આવી. જોકે, થોડીવાર પછી જ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધી.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કોર્ટને કહ્યું- કેજરીવાલના વકીલ જસ્ટિસ સંજીવ ખન્નાને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અથડાઈ રહી છે એટલે તેમણે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે.
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી KCRની પુત્રી કવિતા પણ દારૂ કૌભાંડ કેસમાં ED ની કસ્ટડીમાં છે. ED એ આરોપ લગાવતા કહ્યું હતું કે કેજરીવાલ, સિસોદિયા અને કવિતા સાથે અન્ય નેતાઓએ મળીને લિકર પોલિસી બનાવવી અને તેને લાગુ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. AAPના કેજરીવાલની 100 કરોડની લાંચ લીધી હોવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
આજે અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હીના સીએમનું મેડિકલ તેમને કોર્ટમાં હાજર કરાતા પહેલા જ થઈ શકે છે. ઇડી કેજરીવાલના રિમાન્ડ મેળવવા પ્રયાસો કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે. જેલમાંથી સરકાર ચલાવશે.
અને રાત્રે ઈડીના અધિકારીઓનો કાફલો શસ્ત્ર બંદોબસ્ત સાથે કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યો છે. અને કેજરીવાલના ઘરમાં સર્ચ વોરંટના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને ઈડીના જોગિન્દરસિંહ સહિતના અધિકારીઓએ કેજરીવાલની પૂછપરછ શરૂ કરી હતી. બીજી બાજુ, આ સમગ્ર ઘટનાક્રમ જાહેર થતાં જ કેજરીવાલના ઘરની સામે લોકોના ટોળા એક્ત્ર થઈ ગયા હતા. જ્યારે દિલ્હીના કેટલાંક મંત્રીઓ પણ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પરંતુ તેમને ઘરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ અંતે રાત્રે નવ વાગ્યાની આસપાસ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લીકર પોલિસી કૌભાંડમાં આ ૧૬મી ધરપકડ છે.
https://westerntimesnews.in/news/308159/pandora-box-of-corruption-going-to-be-out-and-open-with-arrest-of-kavitha-says-chandrashekhar/
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાયા બાદ છેલ્લા કેટલાંક સમયથી શરાબ ગોટાળામાં મુખ્યમંત્રી સહિત અનેક લોકોનાં નામો ઉછળ્યા હતા. ઈડીએ આ સમગ્ર કૌભાંડમાં એક પછી એક ધરપકડનો દોર શરૂ કર્યાે હતો. સૌ પ્રથમ બે ઠેકેદારોની ધરપકડ કરી તેમના મહત્ત્વપૂર્ણ નિવેદનો લેવામાં આવ્યા હતાં. આ બંને ઠેકેદારોએ આપેલી વિગતોના આધારે ઈડીએ આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઈડીએ દિલ્હીના મંત્રીઓ ઉપર સકંજો કસ્યો હતો.
સૌ પ્રથમ સંજયસિંઘની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. હાલ પણ તેઓ જેલમાં છે. ત્યારબાદ નંબર-૨ ગણાતા મનીષ સીસોદિયાની ધરપકડ કરવામાં આવતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું પણ નામ બહાર આવ્યું. જેને આધારે ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલે ઈડીના નવ સમન્સ મળવા છતાં કોઈ જ જવાબ આપ્યો નહતો. જેના પગલે મામલો ભારે ગરમાયો હતો.
સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો હતો. ગુરુવારે, કોર્ટે કહ્યું કે તેમને ધરપકડથી કોઇ રાહત આપવામાં નહીં આવે. વાસ્તવમાં, કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે આવી રહ્યા ન હતા, તેમણે કોર્ટને એવી અરજી કરી હતી કે ઇડી ખાતરી આપે કે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં તો તેઓ ઇડી સમક્ષ હાજર થઇ તપાસમાં સહયોગ આપવા તૈયાર છે..
કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી. ઈડી સમન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. આ પછી ઈડીના અધિકારીઓ પુરાવા સાથે જજની ચેમ્બરમાં પહોંચ્યા હતા. અને તમામ પુરાવા રજૂ કર્યા હતા.
કોર્ટે ઈડીને પૂછ્યું કે તમે સમન્સ પર સમન્સ મોકલી રહ્યા છો! તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે?
ઈડીના વકીલ એએસજી એસવી રાજુએ કહ્યું કે તેમને ખબર નથી કે તેમને કોણે કહ્યું કે અમે તેમને ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.અમારે પૂછપરછ કરવી છે.. .. ઈડીએ કહ્યું કે અમને સમન્સનો અધિકાર છે. તેઓએ અમારા સમન્સ પર આવવું જોઈએ અને તપાસમાં સહકાર આપવો જોઈએ અને અમારા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. દિવસના આ ઘટનાક્રમ બાદ મોડી સાંજે ઈડીના અધિકારીઓ કેજરીવાલના ઘરે પહોંચી ગયા હતા.
આ વખતે ઈડીના મોટી સંખ્યામાં અધિકારીઓ હોવાથી કંઈક નવા જૂની થશે તેવું સ્પષ્ટપણે લાગતું હતું. પ્રારંભમાં સીએમ હાઉસને સિક્યુરિટી સ્ટાફ સાથે થોડીક ચર્ચા થઈ હતી. પરંતુ ત્યારબાદ ઈડીના અધિકારીઓ સર્ચ વોરંટ સાથે સીએમ હાઉસમાં જતા રહ્યા હતા અને ઘરમાં કેજરીવાલની પૂછપરછ કરવા ઉપરાંત તપાસ શરૂ કરવામાં આવી હતી.
પ્રારંભમાં ઈડીના અધિકારીઓએ તેમને ઈડીની ઓફીસમાં લઈ જવા માટે આગ્રહ રાખ્યો હતો. પરંતુ કેજરીવાલે તેમના ઘરમાં જ પૂછપરછ કરવા જણાવ્યું હતું. આખરે ઈડીના અધિકારીઓએ તેમની પૂછપરછ શરૂ કરી છે. બીજીબાજુ, આમ આદમી પાર્ટીના કાયદાકીય નિષ્ણાંતો આ ઘટનાક્રમ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંભવિત ધરપકડ વચ્ચે આપ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પણ તેઓ મુખ્યમંત્રીપદે યથાવત રહેશે. તેમજ પાટીદાર પ્રમુખ તરીકે પણ તેઓ ચાલુ રહેશે. અત્રે નોંધનીય છે કે ગુરુવારે બપોરે હાઈકોર્ટમાં ધરપકડમાં રાહત ન મળતા તપાસ એજન્સીની ટીમ ૧૦મી સમન્સ પાઠવવા સાંજે ૭ વાગ્યો કેજરીવાલને ઘરે પહોંચી હતી.
તે સમયે કેજરીવાલે ઘરે હાજર હતા. આ દરમિયાન તેમના આવાસની પણ તપાસ કરવામાં આવી હતી તથા ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. અંતે બે કલાકની લાંબી પૂછપરછ બાદ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ કરતા પહેલા સાવચેતીના પગલારૂપે દિલ્હીમાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી હતી.