“ધનિકો અને ગરીબો વચ્ચેની વિરાટ ખાઈનું પરિણામ લોહિયાળ- હિંસક ક્રાંતિ સિવાય બીજું કશું નહીં આવે !”
“પંચાવન વર્ષની સેલી બિંગહામે ‘કેન્ટુ કી ફાઉન્ડેશન ફોર વિમેન’ Kentucky Foundation for Women સ્થાપ્યું છે જેને માટે એક કરોડ ડોલર ફાળવ્યા છે ! સેલી કહે છે અમે વર્ષે અઢી લાખ ડોલર (ર,પ૦,૦૦૦)નું દાન કરીએ છીએ (૧ડોલર= અંદાજે ૮૪ રૂપિયા) અને તેમાંથી એક નારી સરંક્ષણ ગૃહ ચલાવીએ છીએ !”
“અમુક લોકોના હાથમાં સંપત્તિ એટલી બધી એકઠી થઈ ગઈ છે કે બાકીના લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓથી પણ વંચિત રહે છે ! શહેરોમાં રખડુ બાળકો-બાળકીઓ જીવવા માટે હવાતિયાં મારતાં હોય છે !!”
એક સંસ્થા છે જેનું નામ છે (CHUTZPAH) ક્ષુત્સપાહ. આ સંસ્થા ફંડ ફાળા માટે જાણીતી છે. જેના વિષે એક અંગ્રેજી પુસ્તક ‘વીગેવ અવે અ ફોર્ચ્યુન’ WE GAVE AWAY A FORTUNEમાં ઘણી રસપ્રદ માહિતી અપાઈ છે. આ પુસ્તકમાં અમેરિકાના મોટા દાનવીરોની કહાનીઓ છે. આ કહાનીઓમાં જગતભરમાં દાનનો પ્રવાહ વહેતો કરે તેવી જબરદસ્ત પ્રેરણા છે તેમજ દાનની પ્રક્રિયા અને રીત વિશે પણ વિચાર થયેલો છે. તેમાં આપેલાં કિસ્સા અનેક રીતે માહિતીપૂર્ણ અને ઉપયોગી છે.-
તેમાના એક ક્રિસ્ટોફર મોગિલે જયારે જાણ્યું કે તેમને મોટો વારસો મળ્યો છે ત્યારે તેમનાં મનમાં એક મૂંઝવણ જાગી- કે ઘણા ખરા લોકો ગરીબ છે તેવી સ્થિતિમાં, પોતે આટલા બધાં ધનના માલિક બને તે યોગ્ય નથી. આ નાણાંનો ઉપયોગ તેમણે બહેતર જગતનું નિર્માણ કરવા માટે વાપરવાનો નિર્ણય કર્યો, પણ એ કરવું કઈ રીતે ? – થોડાક અલગ અલગ રીતે દાનના પ્રયોગો કર્યા બાદ તેમને જણાયું કે દાન કરવું એ લાગે છે તેટલું સરળ નથી !
ઘણી વ્યાવાહારિક મૂંઝવણો સામે આવે છે. તેમણે આ માટે વિવિધ સંસ્થાઓમાં જવા માંડ્યું ! મોટાભાગની સંસ્થાઓ નાણાંની વ્યવસ્થા કેવી રીતે કરવી, રોકાણ કેવી રીતે કરવું તેના માર્ગ બતાવતી હતી, પણ એક સંમેલનમાં એક મહિલાએ પ્રશ્ન ઉઠાવ્યો કે આપણે આપણી સંપત્તિનું દાન કરવાનો યોગ્ય રસ્તો કેમ નથી વિચારતા ? આના પરિણામે સમાન વિચારવાળા લોકોનું એક નાનું જૂથ (ય્ઇર્ંેંઁ) રચાયું. કેવી રીતે નિર્ણય લેવો ?
ક્યા માપદંડોના આધારે નિર્ણય લેવો ? તેનાં સારાં માઠાં પરિણામ શા હોઈ શકે ? અને તે સંદર્ભે તેમણે શોધખોળ શરૂ કરી. ચાર વર્ષના ગાળામાં ચાલીસ જેટલાં દાનેશ્વરીઓને મળીને તેમણે નિષ્કર્ષ કાઢયો કે દાન કરવાથી કોઈ અનર્થકારી પરિણામો તો આવતા જ નથી, પણ સુખપૂર્વક, ન્યાયનિષ્ઠ ને પ્રામાણિક જીવન જીવવાનો એક મોકો મળે છે. અને અજબ સંતોષ મળે છે !!
આ સૌએ એકમતે જણાવ્યું કે ભોગવાદી અને નફાખોર એવી આજની સંસ્કૃતિમાં પણ ઉચ્ચમૂલ્યો અને આદર્શો પ્રમાણે જીવન શક્ય છે અને તેનાથી જ માનસિક શાંતિ તથા સંતોષ મેળવી શકાય છે ! તેમનાં ગ્રુપમાંથી એડોરો નામની એક મહિલાએ પોતાની ૮૦ ટકા સંપત્તિ દાનમાં આપી! ચૂક નામની વ્યક્તિએ ૯૦ ટકા અને ક્રિસ્ટોફરે તો પોતે તમામ વારસાઈ સંપત્તિનું દાન કર્યું ! આ વાત એ અંગ્રેજી પુસ્તક ‘ વી ગેવઅવે અ ફોર્ચ્યુન’માં આવે છે.
આવાં અનેક અનુભવો અને પરિણામો આ પુસ્તકમાં આલેખાયેલા છે. જગતમાં દાનની પ્રક્રિયાને આગળ ધપાવવા અને તેના પ્રતિ લોકોને પ્રતિબધ્ધ કરવાનો એક માત્ર હેતુ આ પુસ્તકનો છે ! ચૂક એના અનુભવે લખે છે ‘દાન કરીને અમે કોઈ મહાન ત્યાગ કર્યો છે તેવું નથી. ઉલટું અમે તો પ્રિયજનને ભેટ આપવાની થાય તેવો સંતોષ અને કર્તવ્ય બજાવવાની સાર્થકતાનો અનુભવ કર્યો છે.
આથી હવે અમારું જીવન વધુ સમૃધ્ધ અને સંગીન બન્યું હોય તેવું લાગે છે ! આ પુસ્તક અંગત તેમજ પ્રત્યક્ષ મુલાકાતો પર આધારિત છે અને જેમની પાસે વધારાની ફાજલ સંપત્તિ હોય, જેઓ આ દુનિયામાં પરિવર્તન આણવામાં પોતાનો કંઈક ફાળો આપવા માંગતા હોય તેવા લોકોને મદદરૂપ થવા લખાયેલું છે !! મિલાર્ડ ફૂલરે ૧૯૭૬ના વર્ષમાં “હેબિટેટ ફોર Ìયુમિનિટી” નામની આંતરરાષ્ટ્રીય ચેઈન- સંસ્થા સ્થાપી. તેઓ એક ધનવાન વેપારીના પુત્ર અને પોતે પણ સફળ વેપારી હતા.
ર૦૦૦ એકર જમીન (બે હજાર એકર) જમીન, સેંકડો ઘોડા, સરોવરો અને મકાનોના માલિક હતા. આ બધુંજ વેચીને તેમણે સાદું જીવન અપનાવ્યું અને તમામ રકમ દાનમાં આપી. તેઓ કહે છે ઃ “હવે હું મારી સંસ્થા માટે કામ કરું છું ને પહેલાં કદી નહોતાં ઉભા કર્યા તેટલા નાણાં ઉભા કરું છું, પણ હવે મારા ધ્યેય જુદાં છે !!”… ર્ડામાર્ટિન લ્યુથર કિંગે કહયું છે તેમ હું મારા સમાજને સુદ્રઢ કરવા મહેનત કરું છું ! આજે
હાર્વડમાં નાણાં છાપતા યુવાનો પેદા કરવાનું કારખાનું ચાલે છે જેમને અંજામ સારો આવતો નથી ! સાદી જિંદગી જ આપણને શાંત સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. અમે સંપત્તિને યોગ્ય છીએ માટે અમને સંપત્તિ મળી છે ને જેમને નથી મળી તે તેમનું નસીબ છે એવું માનવું અયોગ્ય છે ! જો આપણી પાસે શક્તિ કે સંપત્તિ વધુ છે તો જવાબદારી પણ વધી જાય છે – જેમની પાસે નથી તેમને સુરક્ષિત કરવાની જવાબદારી પણ આપણી છે !! ર૯ વર્ષની એડોરા ફેઝર એક શિક્ષિકા અને સલાહકાર છે.
વારસાગત સંપત્તિનો પોણો ભાગ તેણે રંગભેદ નિવારણ તથા પર્યાવરણ ઉપકારક યોજનાઓ માટે ખર્ચ્યા છે. તે કહે છે, મારી પાસે વધારાની સંપત્તિ હતી ત્યારે મને જગતના આર્થિક અસંતુલનને માટે ‘હું પણ જવાબદાર છું’ તેવી અપરાધી ભાવના થતી હતી. મારી સંપત્તિથી જગત સંતુલિત થઈ જશે તેમ તો નથી પણ હવે હું જગતને સંતુલિત કરનારાઓમાંની એક વ્યક્તિ તો છું ને ?- તેવું ભાન થવાથી મને એકજાતનો સંતોષ મળે છે !!
પપ વર્ષની સેલી બિંગહામે ‘કેન્ટુકી ફાઉન્ડેશન ફોર વિમેન’ સ્થાપ્યું છે. તેઓ કહે છે, ‘ગરીબો અને અશ્વેતોથી ઉંચા હોવાની લાગણી સાથે હું ઉછરી. પરિવારની કંપનીઓમાં મને કદી બોર્ડ પર લેવાતી નહીં ! પરિવાર અને વાતાવરણમાં પુરુષોનું આધિપત્ય હતું. પારિવારિક સંપત્તિમાંથી મને ઓછો હિસ્સો અપાયો. હું વિચારતી કે જો આપણે ધનિક હોઈએ તો સમાજને કંઈક આપવું જોઈએ. પણ ધર્માદા સંસ્થાઓમાં મને રસ નહોતો.
મારે સ્ત્રીઓ માટે કંઈક કરવું હતું એટલે જ મેં ‘કેન્ટુકી ફાઉન્ડેશન ફોર વિમેન’ની સ્થાપના કરી છે જેને માટે એક કરોડ ડોલર ફાળવ્યા છે ! અમે વર્ષે અઢી લાખ (ર,પ૦,૦૦૦) ડોલરનું દાન કરીએ છીએ અને તેમાંથી એક નારી સંરક્ષણ ગૃહ ચલાવીએ છીએ તેમજ અન્ય કોઈ રીતે આ હરિફાઈની દુનિયામાં સ્થાન મેળવી ન શકતાં કલાકારોને ટેકો કરીએ છીએ ! જો કોલિન્સ ‘ધ ઈÂન્સટયૂટ ફોર ફૂડ એન્ડ ડેવલપમેન્ટ પોલીસી’ના સહ સંસ્થાપક છે.
આ સંસ્થા વૈશ્વિક આહાર અને ભૂખ સંબંધી પ્રવૃત્તિઓનો અભિગમ ધરાવે છે ! તેઓ કહે છે “હું જન્મ્યો ત્યારે મારા પિતા ૭૪ વર્ષના હતા. બાળપણમાં જે ઈતિહાસ હું ભણતો તેમાંના ઘણા બનાવો તેમણે નજરે જોયા હતા. જયારે હું ૧૩ વર્ષનો થયો ને પિતા મૃત્યુ પામ્યા. તેઓ ઘણી સંપત્તિ મૂકી ગયા હતા, જે હું પુખ્ત વયનો થાઉં ત્યારે મને મળવાની હતી. દરમિયાન મેં પાદરી થવાનો નિર્ણય કર્યો, અને વિયેટનામ વિરોધી કામ કર્યું !
પિતાનાં નાણાં હાથમાં આવ્યા ત્યારે મે ભૂખ્યાઓની ભૂખ ભાંગવા તમામ મિલકત દાનમાં આપી દીધી. મેં લગ્ન કર્યા નથી- જીવનભર મારે આજકામ કરવું છે !” ઓબર્લિન કોલેજમાં પદવીધર સમારંભમાં ઓડ્રેલોર્ડે કહયું, ‘આપણાં શર્ટની અંદરની બાજુ કે આપણાં ઈલેકટ્રોનીક સાધનોની પાછળની બાજુ જોઈએ તો ખ્યાલ આવે કે આપણા રોજના વપરાશની ચીજો ઉત્પન્ન કરવમાં અશ્વેત પ્રજાની મજબૂરી અને તેમને આપવામાં આવતી નજીવી મજૂરી સંકળાઈ છે.
જો તેમને અમે યોગ્ય મજૂરી આપી હોત તો આપણામાંના ઘણાખરાને તે પરવડી શકી હોત !” દુનિયાની મહાકાય આર્થિક કંપનીઓ અત્યંત અનૈતિક અને અન્યાયી રીતે જ કાર્યશીલ છે ! તમામ મનુષ્યોને માટે ન્યાયી અર્થવ્યવસ્થા બની જ નથી. જરૂરિયાતોથી વધુ વાપરવા અને વેડફવાની વૃત્તિ ભાવિ પેઢીઓને અને કુદરતને નુકસાન પહોંચાડે છે.
ધનિકો અને ગરીબો વચ્ચેની વિરાટ ખાઈનું પરિણામ લોહિયાળ- હિંસક ક્રાંતિ સિવાય બીજું કશું નહીં આવે ! આ પરિસ્થિતિનો એકમાત્ર ઉકેલ સ્વૈÂચ્છક ત્યાગ અને જરૂરિયાતમંદોને દાન સિવાય બીજો કોઈ જ નથી ! શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, સ્વચ્છ હવા- પાણી અને આવકનાં સાદાં સાધનો સૌને મળવાં જ જોઈએ !!!
જો તમે દાન કરવા ઈચ્છતા હો તો તમારે કેટલાં નાણાંનું દાન કરવું ને કેટલાં હાથવગા રાખવા? પોતાના વારસદારો માટે શું મૂકી જવું ?-
આ પ્રશ્નો પણ વિચારી લેવા જોઈએ. એક તરફ ફિલ મિલર્સ જેવી વ્યક્તિઓ છે, જે ધન ને શક્તિના પ્રચંડ વાહન તરીકે પોતાના કબજામાં રાખવા ઈચ્છે છે તો બીજી તરફ જોસેફ કોલિન્જર જેવી વ્યક્તિઓ છે જે માને છેકે આજે વધારાના એક એક ડોલરની વિશ્વને જરૂર છે ત્યારે વધારાનાં નાણાં પોતાના કબજામાં રાખવાં તે ગુનો છે – પાપ છે ! આ બે વચ્ચે તમારી જગ્યા કઈ તે તમારે નકકી કરવાનું છે !! સંપત્તિ આપણા ચહેરા પર જે મહોરું ચોંટાડી દે છે તેને ફગાવી દેવાથી હળવાફૂલ થઈ જવાય છે અને ‘સ્વ’ની દિશામાં આગળ વધી શકાય છે ! નાણાંનો અતિરેક આપણને મિત્રોથી
દૂર લઈ જાય છે. નાણાં કદી વૃધ્ધાવસ્થા, મૃત્યુ વગેરેથી બચાવી શકતા નથી. પારસી કવિ મલબારી એ લખ્યું છે કે જેનો બેલી ઈશ્વર છે તે જ સાચો શ્રીમંત છે. શ્રીમંતો માં બહુધા અભિમાન કે ઘમંડ કે સત્તાનો મદ સ્વાભાવિક હોય છે તેમ સાદગીમાં સેવા મનોવૃત્તિ, સહનશક્તિ અને ઈશ્વર પરાયણતા હોય છે ! સુખ એ રીતે સંતોષમાં રહેલું છે ! અને આ અર્થમાં માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને શત્રુ પણ.
પોતે જ પોતાનું બંધન છે અને મુક્તિ પણ ! ભારત વિશ્વના ગરીબ દેશોમાં નો એક છે એટલું જ નહીં, ભારતમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચે ખૂબ મોટી ખાઈ (ખાડો) વધતી જાય છે ! ગરીબી અને હિંસાને સીધો જ સંબંધ છે ! એક રીતે ગરીબી પોતે જ એક હિંસા છે ! એક દિવસ ભૂખ્યાજનોનો આક્રોશ જાગશે ત્યારે શું થશે તેની કલ્પના કરતં પણ કંપારી છૂટે છે !!
બીજાઓ ને પરાયા માનવા અને તેમની ગરીબી તરફ આંખ આડા કાન કરવા એ સૌથી મોટી હિંસા છે !! સમાનતા અને લોકશાહી જેવી બાબતો અંગે નપૂંસક ચર્ચા કરવા માટેનો હવે સમય નથી ! બ્રાઝિલના આર્કબિશપ ડોમ હોલ્ડર કેમરા કહે છે જયારે હું ગરીબોને ભોજન આપું છું ત્યારે તેઓ મને સંત કહે છે, પણ જયારે હું પૂછું છું કે ગરીબોને પેટ પૂરતું ખાવા કેમ નથી મળતું ત્યારે તેઓ મને સામ્યવાદી કહે છે – બીટવીન ધી લાઈન સમજવા જેવી આ વાત છે !
આ પૃથ્વી પર તમામની જરૂરિયાત પૂરી થઈ શકે તેટલા સાધનો છે. પણ અમૂક વ્યક્તિઓની લાલચને પૂરી કરી શકે તેટલા સંસાધનો નથી ! આ પૃથ્વીની હાલત નરકથી પણ બદતર બની ગઈ છે – અમુક લોકોના હાથમાં સંપત્તિ એટલી બધી એકઠી થઈ ગઈ છે કે બાકીના લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓથી પણ વંચિત રહે છે !!
ખિડકી –વર્ષ ૧૯૮૦માં એક ગુજરાતી પટેલ દંપતીના લગ્નની પચાસમી વર્ષગાંઠ આવતી હતી. તેમના ત્રણેય દીકરા શ્રીમંત હતા. તેમને થયું મા-બાપને વિશ્વ પ્રવાસે મોકલીએ, પણ પિતાએ કહયું હતું કે તેના કરતાં એ રકમમાંથી ગામમાં દવાખાનું બનાવીએ તો ? ભલેને નાનકડું દવાખાનું બને !!…
ત્યારની ઘડીથી આજ સુધીમાં આ પરિવાર ૩૦૦ કરોડ રૂપિયા (ત્રણસો કરોડ)નું દાન કરી ચૂકયો છે. આ દંપતી એટલે છોટુભાઈ અને સવિતાબેન પટેલ. તેમના પુત્ર ર્ડા. કિરણ પટેલ અને પુત્ર વધુ ર્ડા. પલ્લવી પટેલે પણ દાનની આ પરંપરા ચાલુ રાખી છે. ગામમાં શાળા, હોસ્પિટલ, ઉદ્યાન, સ્વચ્છતાનાં સાધનો, ટયૂબવેલ, ખેતીવાડી વગેરે પ્રવૃત્તિઓ ચલાવે છે !
ઝબકરા
શહેરોમાં અનાથ રખડુ બાળકો જીવવા માટે હવાતિયાં મારતાં હોય છે. એવા એક શહેરમાં બે રખડુ બાળકો બ્રેડની દુકાનમાં ચોરી કરે છે. પાછળ પોલીસ પડે છે. ભાગતાં ભાગતાં બેમાંનો એક છોકરો દીવાલ કૂદીને ભાગી જાય છે. બીજો છોકરો પોલીસના હાથે પકડાઈ જાય છે, જે પકડાઈ જાય છે એને બાળસુધાર ગૃહમાં મૂકવામાં આવે છે. ત્યાં પાદરી એને ભણાવે છે, સમજાવે છે અને ચોર બાળક આગળ જતાં સંત બને છે ! પણ… પેલો દિવાલ ઠેકીને ભાગી ચૂકેલો છોકરો બહુ મોટો ડોન બને છે. માત્ર દીવાલ ઠેકવાના બે ક્ષણોના ફરકને કારણે બેઉનાં જીવન પલટાઈ જાય છે. દીવાલો- બે જીવતર વચ્ચે ખંજરની જેમ ખૂંપી જઈને ભવિષ્યના બે ટુકડા કરી નાખે છે ! સંપત્તિની દીવાલો સમાજના મુકદ્ર બદલી નાંખે છે !!!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.