Western Times News

Gujarati News

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

રાષ્ટ્રપ્રેમ સર્વોપરી છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ-એક ભારતશ્રેષ્ઠ ભારત આપણે સાકાર કરવાનું છે: મુખ્યમંત્રીશ્રી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળને સંબોધતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કેગુજરાતનાં વિકાસમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે. તેમણે દરેક વર્ગલોકો અને સંસ્થાઓને સાથે મળી આગળ વધવા માટે “સબકા સાથસબકા વિકાસ”ની કલ્પનાને સાકાર કરી છે.

પ્રધાનમંત્રી સ્વચ્છતાથી સેમી કંડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ બાબતે વિચારે છેએમ પણ તેમણે જણાવ્યું હતું. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કેઅમને અખબાર વગેરે દ્વારા ગુજરાતનાં વિકાસ અંગે માહિતી મળે છે. પણ અહીં રૂબરૂ તે તમામ કામગીરીને નજીકથી જોવાનો અવસર મળ્યો. સ્ટેચ્યુ ઑફ યુનિટીઅમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત અને તેની જાણકારી મેળવવામાં આનંદ થયો હોવાનું પણ જણાવ્યું હતું.

પત્રકારોએ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામકડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિન્હ ભેટ આપી હતી.

આ પ્રસંગે પીઆઈબીગુજરાતનાં એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી પ્રકાશ મગદુમે “Mahatma Gandhi – A Life Through Lenses” પુસ્તક તેમજ નાયબ નિયામક આરોહી પટેલે સ્મૃતિ ચિન્હ ભેટ કર્યું હતું. આ અવસરે મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર ઈન્દ્રવદનસિંહ ઝાલાદિનેશ કલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.