બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં આગ લાગી
કેશોદ નજીક બે કાર વચ્ચે અકસ્માતઃ પાંચ વિદ્યાર્થી સહિત સાતનાં મોત- ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
(એજન્સી)જુનાગઢ, રાજ્યમાં સતત રોજ રોડ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત નિપજ્યાં છે. આ ગંભીર અકસ્માતમાં ૭ મૃતકમાં પાંચ વિદ્યાર્થીનો સમાવેશ છે.
જે પરીક્ષા આપવા જતા હતા. બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી. ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે આઠ। વાગ્યાના અરસામાં બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી.
જેમાં પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી। સહિત ફલ સાત લોકોનાં મોત થયાં હતા. બે કારની વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હાઇવે પર વહેલી સવારે બે કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલા સાથે ૧૦૮ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી। આગ પર કાબૂ મેળવ્યો હતો.
જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કંઇ। રીતે થયો એની આગળની તપાસ હાથ ધરી છે. બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર આકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એક કાર બ્રિજ તરફથી જઇ રહી છે. જ્યારે સામેથી આવતી બીજી કાર કોઇ કારણોસર ડિવાયડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારે છે.
ટક્કર એટલી ભયંકર છે કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. સાતેય મૃતદેહ માળિયા ખાતે પીએમ અર્થે ખસેડાયા છે. આ અંગે ડ્ઢફજીઁ દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ। માળિયાના ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોનાં મોત થયાં છે. હાલ સાતેય મૃતદેહો માળિયાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.
આ અંગે સ્થળ પર સૌથી પહેલા પહોંચેલા ભંડરી ગામના વતની દિલીપસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે સવારે આઠ વાગ્યાના આસપાસ આ અકસ્માત થયો હતો. હું નજીકની હોટલ પર જ હતો. ત્યારે અચાનક અવાજ આવતાં અમે દોડી આવ્યા। હતા. આ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે, જેમાં પાંચ વિદ્યાર્થી છે. જે કેશોદની આજુબાજુના ગામના છે અને ગડુ મુકામે પરીક્ષા આપવા જતા હતા. જ્યારે બે મૃતક જાનુડા ગામના છે. સાતેયને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.