પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા

અમદાવાદ, : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે વળી તેમના કેર ટેકરનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને સારવાર આપવાની શરૂઆત કરી છે. તેમને તેમના નિવાસસ્થાને હાલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના પુત્ર સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમની તબિયતની પૃચ્છા કરી હતી.