પતિ રસિક દવેના નિધન બાદ કેતકી દવે ફરી શરૂ કર્યું કામ
મુંબઈ, સીરિયલ ‘બાલિકા વધૂ ૨’માં માડી બાનો રોલ કર્યા બાદ અભિનેત્રી કેતકી દવે ફરી એકવાર ટીવીના પડદે પોતાના અભિનયનો જાદુ પાથરવા તૈયાર છે. તેઓ જેડી મજેઠિયા અને આતિષ કાપડિયાની સીરિયલ ‘પુષ્પા ઈમ્પોસિબલ’માં જાેવા મળશે. કેતકી દવે દીપ્તિ (ગરિમા પરિહાર)ની દાદીના રોલમાં જાેવા મળશે. તેમના પાત્રનું નામ કુંજબાળા છે, જેઓ ૬૦ની આસપાસના સ્વંતત્ર અને માથાભારે મહિલા છે.
વિધવા કુંજબાળા ગુજરાતના વલસાડમાં એકલા રહે છે અને આર્ત્મનિભર છે. તેમની પુત્રવધૂ સોનલ (ભક્તિ રાઠોડ) તેમનાથી દૂર જ રહેવાનું પસંદ કરે છે કારણકે બંનેની વિચારધારાઓ અને વ્યક્તિત્વ અલગ હોવાથી ઝઘડો ટાળવા માગે છે. સોનલ મોડર્ન છે તો કુજબાળા જૂના વિચારોવાળા છે. તેઓ સમૃદ્ધ છે પરંતુ રિવાજાે અને પરંપરામાં ચુસ્તપણે માને છે અને અન્યો પણ તેનું પાલન કરે તેમ ઈચ્છે છે.
પોતાના પાત્ર વિશે વાત કરતાં કેતકી દવેએ કહ્યું, મારું પાત્ર ખૂબ વાસ્તવિક છે. તે કોઈપણ દાદી જેવું છે જે પોતાના સમયમાં જ જીવે છે. આજની પેઢી કરતાં જિંદગીનો તેમનો દ્રષ્ટિકોણ ખૂબ અલગ છે. બંનેમાંથી કોઈ ખોટું નથી ફક્ત તેમનો અભિપ્રાયો અને મૂલ્યો અલગ પડી જાય છે અને તે જ કારણે તકરાર પેદા થાય છે. મારા પાત્ર દ્વારા જેડી બે પાત્રો વચ્ચેના વૈચારિક મતભેદો દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અગાઉના પાત્રો કરતાં આ પાત્ર કઈ રીતે અલગ છે તે વિશે વાત કરતાં કેતકીએ કહ્યું, પાત્ર અને મારો ટ્રેક હાસ્ય અને ડ્રામા સહિતની લાગણીઓથી ભરેલો હશે.
જાેકે, કશાની અતિશયોક્તિ નહીં કરવામાં આવે. મને રાતોરાત કોમેડિયન તરીકે ઓળખ મળી હતી પરંતુ મેં ગંભીર રોલ પણ કર્યા છે અને તેને પણ દર્શકોએ વખાણ્યા છે.
હા, જેડીએ મને અલગ પાત્ર ઓફર કર્યું છે. મને લાગે છે કે કલાકારની વૈવિધ્યતા તે જે પાત્રો ભજવે છે તેના પર હોય છે કારણકે ઈમોશન્સ તો બધાની સામે હોય છે.
પતિ રસિક દવેના નિધન બાદ ફરીથી સીરિયલોમાં કામ કરવા જઈ રહેલા કેતકીએ કુંજબાળાનો રોલ આપવા માટે જેડી મજેઠિયા અને આતિશ કાપડિયાના વખાણ કર્યા છે. તેમણે કહ્યું, અમારો પરિચય જૂનો છે. આ બંને સફળ બેલડી છે અને તેમણે મને હંમેશા મજબૂત પાત્રો આપ્યા છે. આ શોના તેના પ્રોગ્રેસિવ કન્ટેન્ટ માટે વખાણ થતાં આવ્યા છે. પુષ્પા (કરુણા પાંડે) ફાઈટર છે અને તે દરેક પરિસ્થિતિ સામે મજબૂતીથી લડી છે. મને આનંદ છે કે હું આ સીરિયલનો ભાગ બની શકી.SS1MS