ગુજરાતના ૫ અને બીજા રાજ્યોના ૧૦ આરોપીઓની પેપર કાંડમાં સંડોવણી
આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સી સાથે જાેડાયેલા છે.
(એજન્સી)ગાંધીનગર, પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૧૫ આરોપીઓની ધરપકડ કરાઈ છે. ગુજરાતના ૫ આરોપીઓ અને બીજાં રાજ્યોના ૧૦ આરોપીઓ પર ગાળિયો કસાયો છે. ત્યારે પેપર લીક કેસમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે.
એટીએસ અત્યાર સુધી 20 આરોપીની ધરપકડ કરી છે. જેમાં પાંચ આરોપીઓ ગુજરાતના છે, જેમાં કેતન બારોટ અને પ્રદીપ નાયક મુખ્ય ખેલાડીઓ છે. આ સમગ્ર ઘટનાની એટલે કે પેપર લીકની શરૂઆત ઘણા મહિનાઓ પહેલાં થઈ હોય તેવી આશંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી સામે આવી છે. આ પેપર કાંડ માં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે ખૂલ્યું છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સી સાથે જાેડાયેલા છે.
ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડિસાવાળું ગ્રૂપ છે. તો બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રૂપ છે, જેમાના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જાેડાયેલુ છે. આમ, જીત નાયકની ધરપકડ સાથે ૧૫ ની ધરપકડ કરાઈ છે.
તો બીજી તરફ, જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે છે. કેતન બારોટ પકડાયેલા ૧૫ આરોપીઓમાંથી એક છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં છે. ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ છે.
બોગસ એડમિશન મામલે કેતમ જેલમાં રહી ચુક્યો છે. દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીકનો આ આરોપી રહી ચૂક્યો છે. કેતન બારોટના દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચાલે છે. કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે સંપત્તિ ધરાવે છે. હાલ ગુજરાત એટીએસ તેની પૂછપરછ કરી રહી છે.
પ્રદીપ નાયક પેપરલીક કાંડનો મુખ્ય આરોપી છે. હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનારે પેપર ફોડ્યું હતું. જીત નાયક હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. જીત નાયકે જુનિયર ક્લર્કનું પેપેર પ્રદીપ નાયકને આપ્યું હતું. પેપર લીક અને સોલ્વ કરનાર વચ્ચે મોરોરી પાસવાન મુખ્ય કડી હતો. શનિવારે રાત્રે ૨થી ૪ વાગ્યા વચ્ચે પેપર સોલ્વ કરવાના હતા.