આ કારણસર ભાજપના ધારાસભ્ય બરોડા ડેરીના વહીવટકર્તાઓ સામે ફરી જંગે ચડયાં
દસ દિવસમાં પશુપાલકોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
વડોદરા, વડોદરા સાવલીના ભાજપી ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના સત્તાધીશો સામે ફરીથી મોરચો માંડયો હત.ો પશુપાલકોને ન્યાય મળે તે માટે વડોદરા જીલ્લા કલેકટર અતુલ ગોરને રજુઆત કરી હતી. જયાં સુધી પશુપાલકોને ન્યાય નહી મળે ત્યાં સુધી લડત ચલાવશે અને દસ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
ધારાસભ્ય કેતન ઈનામદારે આ મામલે જણાવ્યું હતું કે, પશુપાલકોને યોગ્ય દુધનો ભાવ મળતો અને ઓછા ભાવે દૂધ વહેચાય રહયું છે. ત્યારે ચોકકસથી પશુપાલકોને ન્યાય મળવો જાેઈએ. અન્ય બાબત જેવી કે દાણામાં ગુણવત્તા નથી હોતી આ તમામ બાબતે ધ્યાન દોયું હતું. જાે દસ દિવસમાં પશુપાલકોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ધારાસભ્ય કેતન ઈનામદારે પત્રકારોની સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, બરોડા ડેરીમાં જે પશુપાલકો દુધ ભરે છે તેને દુધનો ભાવ જે મળવો જાેઈએ એ મળતો નથી. દાણાના ભાવ ઉંચા છે અને ગુણવત્તા પણ નથી. વારંવાર પશુપાલકોને આ મામલે રજુઆત પણ કરી છે.
પરંતુ કોઈએ ધ્યાનમાં લીધું છે. બરોડા ડેરીના ટેમ્પાના રૂટમાં પણ તેમના મરતીયાઓને કોન્ટ્રાકટ આપેલો છે. આવા અનેક મુદા આવેદનપત્રમાં લખ્યા છે. આ મુદાઓને ગંભીરતાથી લેવા જ પડશે અને જાે નહી લે તો પરીણામ ભોગવશે. વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાનાં લાખો સભાસદોની આ વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બરોડાડેરીના વહીવટકતાઓની સામે અગાઉ પણ કેતન ઈનામદારે મોરચો ખોલ્યો હતો. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મધ્યસ્થી થઈનેપશુપાલકોને ન્યાય અપાવ્યો હતો. ત્યારબાદ આવેદનપત્રમાં લખેલા તમામ મુદે કેતન ઈનામદારે કલકેટરની રજુઆત કરી પશુપાલકોને ન્યાય આપવા માંગ કરી હતી.
જાે દસ દિવસમાં નિર્ણય નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઈપણ આપી હતી. પરંતુ પશુપાલકોને ન્યાય આપીને જ રહેશે તેમ જણાવ્યું હતું.