Western Times News

Gujarati News

ગાંધીનગર સર્ટિફિકેટ લેવા ગયેલા સુરતના કેયુરનો એક મહિનાથી નથી કોઈ અતોપતો

સુરત, એક મહિના પહેલા કેયુર ભાલાળા નામનો ૨૨ વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. કેયુરના પરિવારની માંગ છે કે તેને શોધવા માટે ઉંડાણપૂર્વક તપાસ શરુ કરવામાં આવે. કેયુરના પરિવારે સોમવારના રોજ રેલી નીકાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.

તેઓ જિલ્લા કલેક્ટરની કચેરી અને પછી પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યા હતા. કેયુરે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીટેક સમાપ્ત કર્યુ હતું અને ૨૪મી ઓગસ્ટની રાતે ગાંધીનગર જવા નીકળ્યો હતો. ગાંધીનગરમાં આવેલી LDRP ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ ખાતે તે પોતાનું ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે નીકળ્યો હતો.

તેણે પોતાના માતા-પિતાને કહ્યુ હતું કે તે સર્ટિફિકેટ લેવા માટે જઈ રહ્યો છે અને બીજા દિવસે સવારે ફોન કરીને ગાંધીનગર પહોંચી ગયો હોવાની જાણકારી પણ આપી હતી. કેયુરના પિતા હરેશ જણાવે છે કે, ૨૬મી ઓગસ્ટના રોજ અમે જ્યારે તેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો તે સ્વિચ ઓફ હતો.

તે ઘરે પાછો ના આવ્યો તો અમને ચિંતા થઈ અને અમે ૨૭મી ઓગસ્યના રોજ સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે કેયુર તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન છે અને તેણે ૮૦ ટકા સાથે બીટેક સમાપ્ત કર્યુ હતું.

તેણે IELTSની પરીક્ષા પણ આપી હતી જેમાં ૬.૫ બેન્ડ મેળવ્યા હતા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશને હરેશને ફોન કરીને જાણકારી આપી કે મહારાષ્ટ્રના વિરારમાં માંડવી જંગલ વિસ્તારમાં એક મૃતદેહ પાસે કેયુરનો સામાન મળી આવ્યો છે.

બીજા દિવસે કેયૂરના પિતા ત્યાં પહોંચ્યા તો તેમને દીકરાનો સામાન સોંપવામાં આવ્યો જેમાં ફોન, વોલેટ, આઈડી કાર્ડ અને કપડા હતા. હરેશ જણાવે છે કે, મને મૃતદેહ સોંપવામાં નહોતો આવ્યો. પોલીસનું કહેવુ હતું કે તે ખૂબ કોહવાઈ ગયો હતો.પોલીસનો દાવો છે કે માત્ર હાડકા બાકી રહી ગયા હતા માટે તેમણે તે દફનાવી દીધા.

પણ જાે પોલીસને મારા દીકરાના દસ્તાવેજ મળ્યા અને તેની ઓળખ થઈ ગઈ તો કેવી રીતે તે પરિવારનો સંપર્ક કર્યા વિના કોઈ કાર્યવાહી કરી શકે? આ સિવાય કેયૂરના પિતાએ પ્રશ્ન કર્યો કે, ૧૫થી ૨૦ દિવસમાં કોઈ માણસનો મૃતદેહ એટલો બધો કોહવાઈ જાય કે માત્ર હાડકા બાકી રહે? અને ઘટનાસ્થળ પરથી જે એક જાેડ કપડા મળી આવ્યા હતા તે મારા દીકરાના નહોતા.

ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી પૃષ્ટિ કરવામાં આવી કે કેયૂર ગાંધીનગર પહોંચ્યો હતો અને સેક્ટર ૧૨માં હતો. પરંતુ તે પોતાની કોલેજ નહોતો ગયો. કોલજના કર્મચારીઓનું કહેવું છે કે તેણે સર્ટિ મેળવવા માટે કોઈ અરજી નથી કરી.

પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર કેયુરે વિરારની બસ ટિકિટ ખરીદી હતી અને ચિલોડાથી તે બસમાં બેઠો હતો. નવસારીમાં જ્યારે બસ રોકાઈ હતી તે રેસ્ટોરાંના સીસીટીવી ફૂટેજમાં પણ કેયુર જાેવા મળ્યો હતો. તે બસમાંથી નીચે ઉતર્યો હતો અને પછી પાછો બેઠો હતો.

પોલીસ અધિકારીનું કહેવું છે કે, પરિવારને શંકા છે કે આટલા ઓછા સમયમાં મૃતદેહની આવી સ્થિતિ કેવી રીતે થઈ શકે છે? આત્મહત્યાનું પણ કોઈ કારણ જણાતુ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.