KGF-૨ જેવી ધમાલ મચાવશે સાઉથની કાંતારા
મુંબઈ, કન્નડ ફિલ્મ કાંતારા હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ છે. ‘કાંતારા’ ફિલ્મે સોમવાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ ચાર ભાષાઓમાં ૧૧૯.૧૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. પરંતુ, હિન્દીમાં ‘કાંતારા’ને બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. તેમ છતાં ચાર દિવસમાં ‘કાંતારા’એ ૯.૨૭ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. બીજી બાજુ કન્નડ ભાષામાં ‘કાંતારા’ને રિલીઝ થયે ૧૮ દિવસ થઈ ગયા છે.
૧૮ દિવસમાં ‘કાંતારા’ ફિલ્મે કન્નડ ભાષામાં ૯૭.૮૭ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. દ્ભય્હ્લ ૨ બાદ ‘કાંતારા’ને કન્નડની એક ઘણી સારી ફિલ્મ માનવામાં આવે છે. જ્યારે ‘કાંતારા’એ રિલીઝના ૧૮ દિવસમાં વર્લ્ડવાઈડ ૧૫૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
કાંતારા ફિલ્મની શરૂઆત કર્ણાટકના તટીય મેંગ્લોર વિસ્તારમાં વર્ષ ૧૮૪૭ની એક વાર્તાથી થાય છે. તે દરમિયાન એક રાજાએ ઘરે મૂર્તિ લાવવા બદલ ત્યાંના ગામના લોકોને મોટી જમીન દાન કરી હતી. તે દરમિયાન દેવતાએ રાજાને કહ્યું હતું કે જાે તેણે ક્યારેય આ જમીન પરત માગી તો દેવતા માફ નહીં કરે.
પછી વર્ષ ૧૯૭૦માં રાજાના એક વંશજને લાલચ જાગે છે અને દાન અપાયેલી જમીન પરત માગે છે. તેના થોડા દિવસ પછી રાજાના વંશજનું પણ અચાનક મોત થઈ જાય છે. પણ, ‘કાંતારા’ ફિલ્મની અસલી સ્ટોરી ૧૯૯૦માં શરૂ થાય છે. જ્યારે રાજાના વધુ એક વંશજ સાહબની નજર તે જમીન પર પડે છે. ત્યારે શિવા (એક્ટર ઋષભ શેટ્ટી) આ ગામનું ધ્યાન રાખતો હોય છે.
દરમિયાન ત્યાં નવા ફોરેસ્ટ ઓફિસર આવે છે જે જંગલને રિઝર્વ ફોરેસ્ટ બનાવવા માગે છે. જેથી સાહબ તેને પસંદ નથી કરતો. શું શિવા આ જમીન બચાવી શકશે? તે માટે ‘કાંતારા’ ફિલ્મ થિયેટરમાં જાેવી રહી. કાંતારા ઘણી સારી એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં એક્ટર ઋષભ શેટ્ટી છવાઈ જાય છે.
તેણે આ ફિલ્મમાં લીડ રોલ કર્યો છે અને સાથે-સાથે ડિરેક્શન પણ કર્યું છે. ‘કાંતારા’ ફિલ્મ શરૂઆતથી જ દર્શકોને બાંધી રાખે છે. સ્થાનિક દેવતાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે.
ઈન્ટરવલ પછી પણ ‘કાંતારા’માં જબરદસ્ત વળાંક આવે છે. ‘કાંતારા’નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. આ ફિલ્મને આઈએમડીબી પર ૯.૫ રેટિંગ મળ્યા છે. જાે તમારે સારી એક્શન થ્રિલર ફિલ્મ જાેવી હોય તો ‘કાંતારા’ થિયેટરમાં જાેઈ શકો છો.SS1MS