KGF-2 જોઈને ઘેલી બની ગઈ અભિનેત્રી શહેનાઝ ગિલ

મુંબઇ, યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવીના ટંડન સ્ટારર ફિલ્મ KGF-2 અત્યારે સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. Shehnaz Gill પણ આ ફિલ્મ જાેઈ અને તે પણ ફિલ્મની ફેન બની ગઈ . પરંતુ ફિલ્મના વખાણ કરવામાં એ એટલી ઘેલી બની ગઈ કે તેણે ફિલ્મના એક મોટા ટિ્વસ્ટની જાણકારી આપી દીધી.
આ વાંચીને ફેન્સ પણ હસી પડ્યા. શહેનાઝ ગિલે ફિલ્મ જાેઈને ટિ્વટ કરી જેના પર યશ અને શ્રિનિધીએ પણ પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. ઓપનિંગ ડે પર જ તેણે દેશભરમાં ૧૩૪.૫ કરોડ રુપિયા કમાણી કરી હતી.
ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. શહેનાઝ પણ પોતાને રોકી ના શકી અને તેણે ભરપેટ ફિલ્મના વખાણ કર્યા. શહેનાઝે લખ્યું કે, મુબારક હો…આઈ લવ યુ ઓલ. યશ મને આ ફિલ્મમાં હિંસા પસંદ આવી. શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, પ્રશાંત નીલ અને રવીના ટંડન તમામ લોકોએ અદ્દભુત કામ કર્યું છે.
શહેનાઝના આ ટિ્વટના જવાબમાં એક્ટર યશે પણ આભાર વ્યક્ત કર્યો. શ્રીનિધિ શેટ્ટીએ હાથ જાેડવા વાળું ઈમોજી મૂકીને આભાર વ્યક્ત કર્યો. શહેનાઝે આના જવાબમાં લખ્યું, અરે થેંક યુની શું જરૂર છે. તમારા માટે આટલુ તો કરી જ શકાય. આખરે રોકી ભાઈ માટે તમે ગોળી ઝીલી છે.
તમારું પર્ફોમન્સ મને ખૂબ પસંદ આવ્યું. શહેનાઝની આ ટિ્વટ વાંચીને ફેન્સ વચ્ચે પડ્યા અને કહ્યું, શહેનાઝ આટલુ બધું નહોતું કહેવાનું. શહેનાઝને તરત જ સમજાયું કે તેણે સ્પોઈલર કહી દીધું છે. તેણે ટિ્વટ કરીને લખ્યું કે, આ ફિલ્મનો હેન્ગઓવર હતો. હવે કંઈ જ નહીં કહુ.
સોરી. મેં આટલુ વિચાર્યુ જ નહોતુ. દિલની વાત મોઢા પર આવી ગઈ. કંટ્રોલ શહેનાઝ કંટ્રોલ. આના જવાબમાં શ્રિનિધી શેટ્ટીએ લખ્યું કે, તમને ફિલ્મ આટલી બધી ગમી તે જાણીને અમને ખુશી થઈ. ઉલ્લેખનીય છે કે શહેનાઝ ગિલના આ જ અંદાજને કારણે મોટી સંખ્યામાં લોકો તેના ફેન છે.
પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, શહેનાઝ ગયા વર્ષે ફિલ્મ હૌસલા રખમાં જાેવા મળી હતી. આ વર્ષે તે હુનરબાઝ- દેશ કી શાન અને બિગ બોસ ૧૫માં ગેસ્ટ તરીકે પહોંચી હતી.SSS