Western Times News

Gujarati News

KGF Chapter 2 જુલાઇ ૨૦૨૧માં રિલીઝ થશે

મુંબઈ: નવી દિલ્હીઃ યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ દ્ભય્હ્લ KGF Chapter 2 ની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને લઇને ફેન્સની વચ્ચે લાંબા સમયથી આતુરતા હતી. આજે સંજય દત્તએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે સાંજે રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવશે.

હવે ટ્રેડ એનાલિસ્ટ તરૂણ એનાલિસ્ટ તરૂણ આદર્શ સાથે ફિલ્મના પ્રોડ્યૂસર્સએ જાહેરાત કરી છે આ ફિલ્મ આ વર્ષે જુલાઇમાં રિલીઝ થશે. તરૂણ આદર્શે ટ્‌વીટ કરીને જણાવ્યું કે ૧૬ જુલાઇ ૨૦૨૧ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સંજય દત્ત, યશ, શ્રીનિધિ શેટ્ટી અને રવીના ટંડન જાેવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે અને તેના પ્રોડ્યુસર વિજય કિરગંદુર છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

હિંદીમાં તેને રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર એક્સેલ એન્ટરટેનમેંટ હેઠળ પ્રેઝન્ટ કરશે. તમને જણાવી દઇએ કે KGF Chapter 2 માં ૨૦૧૮ માં આવેલી ફિલ્મ દ્ભય્હ્લ ની સિક્વલ છે. આ ફિલ્મમાં રોકીનો સામનો અધીરા સાથે થાય છે. એક્ટર સંજય દત્ત ફિલ્મમાં અધીરાનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલએ કર્યું છે. રવીના ટંડન, પ્રકાશ રાજ, શ્રીનિધિ શેટ્ટી KGF Chapter 2 ૨ મહત્વપૂર્ણ પાત્ર ભજવતાં જાેવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ દ્ભય્હ્લ ચેપ્ટન ૧ બ્લોકબસ્ટર હિટ થઇ હતી. ફિલ્મમાં સાઉથ એક્ટર યશના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ તે દુનિયાભરમાં ફેમસ થઇ ગયા હતા.  KGF Chapter 1 એ ભારતીય બોક્સ ઓફિસ પર ૨૦૪ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

આ સાથે જ આ કન્નડ સિનેમાની પહેલી આટલી મોટી કમાણી કરનાર ફિલ્મ બની ગઇ હતી. તો બીજી તરફ ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિંદીડબ ફિલ્મ બની હતી. KGF Chapter 2 પાસે ફેન્સને ઘણી આશાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.