Western Times News

Gujarati News

KGF : Chapter 2 ફિલ્મમાં થઈ ૫ મોટી ભૂલ

મુંબઈ, KGF : Chapter 2ફિલ્મ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ૧૪ એપ્રિલના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ ધૂમ કમાણી કરી રહી છે. લોકો આ ફિલ્મ એકથી વધારે વાર જાેઈ રહ્યા છે. આટલુ જ નહીં, લોકો હવે ચેપ્ટર ૩ની રાહ જાેઈ રહ્યા છે.

ફિલ્મની ચર્ચા તો થઈ જ રહી છે, પરંતુ અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે ફિલ્મ ૨-૩ વાર જાેઈ હશે તેણે પણ આ ભૂલો નહીં પકડી હોય.

કેજીએફ ચેપ્ટર ૨માં એક સીન એવો આવે છે જ્યારે ટીવીમાં રાજેન્દ્ર દેસાઈના મૃત્યુના સમાચાર આવે છે અને રીમા યશને જાણ કર્યા વગર પિતાને મળવા માટે જાય છે. તે સમયે જાેન રસ્તામાં તેને કિડનેપ કરે છે. આ વાત રોકીને ખબર પડે છે અને બુલેટપ્રૂફ કાર લઈને રીમાને બચાવવા નીકળી પડે છે. રસ્તામાં અનેક પડકારોનો સામનો કરીને જૉન અધીરાના અડ્ડા પર પહોંચે છે.

રોકી પણ ત્યાં પહોંચે છે. પરંતુ જૉનના સાથી તેના પર હુમલો કરે છે. આ દરમિયાન તમે જાેયુ હશે કે એક રંગબેરંગી ડ્રેસ પહેરેલા ગુંડા પર હુમલો કરવામાં આવે છે, પરંતુ એ જ્યારે નીચે પડે છે ત્યારે તેણે બ્લેક સૂટ પહેરેલો હોય છે. તે કલરફુલ શર્ટ વાળો માણસ દૂર દૂર સુધી દેખાતો નથી. પરંતુ જ્યારે રોકીને મારવાનો વારો આવે છે ત્યારે તે સ્ક્રીન પર એકાએક આવી જાય છે.

જે પ્રકારે રોકીએ માર માર્યો, તે પ્રમાણે તે વ્યક્તિ અને બાઈક હવામાં ઉડવા જાેઈએ પરંતુ ટાયર અને ટાંકી ઉડે છે. ચેપ્ટર ૧ની શરુઆતમાં દર્શાવવામાં આવે છે કે, દેશના વડાપ્રધાન રોકી વિરુદ્ધ ચુકાદો આપી રહ્યા છે. પરંતુ તેમનો ચહેરો સ્પષ્ટપણે દર્શાવવામાં નથી આવ્યો. હવે જ્યારે ચેપ્ટર ૨ રીલિઝ થઈ તો રમિકા સેનના રોલ માટે રવિના ટંડનને કાસ્ટ કરવામાં આવ્યા.

તમે જાે ચેપ્ટર ૧ જાેશો અને ઝૂમ કરશો તો તમને ખબર પડશે કે તે રવિના ટંડન નહીં અન્ય કોઈ મહિલા છે. ફિલ્મમાં જ્યારે પોલીસ રોકીનું સોનું લઈને પોલીસ સ્ટેશન જાય છે ત્યારે રોકી પણ ત્યાં પહોંચે છે. તે પોતાનું સોનું લઈને બહાર નીકળે છે.

બહાર નીકળીને રોકી ગન નીકાળે છે અને ત્યાં ઉભેલી પોલીસની ગાડીઓ ઉડાવવા લાગે છે. હુમલો એટલો જાેરદાર હોય છે કે તમામ ગાડીઓ એક એક કરીને હવામાં ઉડે છે.

પરંતુ ત્યાં મૂકવામાં આવેલા બેરિકેટ ટસના મસ નથી થતા. પોલીસ સ્ટેશનની બહાર જે ગાડીઓ ઉડતી દેખાઈ રહી છે, તેમાં ઘણી ગાડીઓનો રજિસ્ટ્રેશન નંબર એક જેવો જ હોય છે.

ચાર ગાડીઓમાંથી બેનો નંબર ૭૬૭ અને બેનો નંબર ૧૪૦ હતો. રોકી જ્યારે ઈનાયત ખલીલ પાસેથી ક્લાસનિકાવ લઈને કેજીએફ પહોચે છે ખાડીની એક તરફ રોકીની આખી ટીમ હોય છે અને બીજી બાજુ અધીરા પોતાના સાથીઓ સાથે હોય છે. પહેલા તો અધીરા અને તમામ લોકો રોકીને જાેઈને હસવા લાગે છે. પછી બંદૂકથી નિશાન સાધે છે.

એક તો રોકેટ લોન્ચર પણ હોય છે. જે રોકીની ટ્રક ઉડાવે છે. પરંતુ જ્યારે લોન્ચર રોકેટથી નીકળે છે ત્યારે તેની પાછળ આગની જ્વાળાઓ જાેવા મળે છે, પરંતુ તેની આસપાસ ઉભેલા લોકોને કોઈ ફરક નથી પડતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.