ગાંધી જયંતિએ ખેડા જિલ્લા ભાજપ દ્વારા ખાદી ખરીદી કાર્યક્રમ સંપન્ન

(પ્રતિનિધિ) નડિયાદ, બીજી ઓક્ટોબર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે ખાદીના પ્રખર હિમાયતી પૂ.ગાંધીજીના વિચારોને પ્રોત્સાહન મળે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગાંધીજીના સ્વચ્છતા અને ખાદીના વિચારોને વેગ મળી રહે તેવો આગ્રહ રાખી એ દિશામાં કાર્યરત રહેવાનો સંદેશો આપ્યો છે.
ત્યારે આજે ખેડાજિલ્લા ભાજપના હોદ્દેદારો,કાર્યકરો દ્વારા નડિયાદમાં ખાદી ખરીદીનો સામુહિક કાર્યક્રમ રાખ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણના કાર્યાલય, સાંસદ સેવા કેન્દ્રથી મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જહાનવિબેન વ્યાસ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો ,મોરચાના કાર્યકરો વગેરે નડિયાદ ખાદી ભંડાર પહોંચી ખાદી ખરીદી હતી.ત્યાર બાદ દેસાઈવગા સ્થિત ગાંધીજીની પ્રતિમાને અને સરદાર પટેલને હાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી