ખાડિયામાંથી ૧૦ હજાર – દરિયાપુરમાંથી ૨૧ હજાર મતદારો અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા
હાથ ના કર્યા ચૂંટણીમાં વાગ્યા-બંને બેઠકો પર જીત મેળવવા ભાજપ હાઈ કમાન્ડ દ્વારા એડી ચેટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ , અમદાવાદ શહેર કોટ વિસ્તારની ખાડીયા અને દરિયાપુર વિધાનસભા બેઠક કોંગ્રેસના કબજામાં છે આ બંને બેઠકો પર જીત મેળવવા ભાજપ હાઈ કમાન્ડ દ્વારા એડી ચેટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ખોટ વિસ્તારની પોળો ના વ્યાપારીકરણ અને ઉમેદવારોની નિષ્ક્રિયતા ભાજપને ભારે પડે તેમ લાગી રહ્યું છે.
જેના કારણે જ થોડા દિવસ પહેલા ભાજપની ઉચ્ચ નેતાગીરી દ્વારા આ બંને વિધાનસભાના ઉમેદવારોને આડા હાથે લેવામાં આવ્યા હતા એક અહેવાલ મુજબ આ બંને વિધાનસભામાં હિન્દુ મતદારો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરી ગયા છે જેનો સીધો લાભ કોંગ્રેસને મળે તેમ માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરની સાંકળી પોળોમાં રહેણાંક મિલકતો તૂટી એના સ્થાને કોમર્શિયલ મિલકતો બની ગઈ છે કોટ વિસ્તારમાં થતા આ ગેરકાયદેસર મામલે બાંધકામો સામે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતી હતી પરંતુ મ્યુનિસિપલ શાસકો દ્વારા આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી
તેમજ સ્થાનિક નેતાઓની રહેમનજરે આ બાંધકામો થતા હોવાથી તેને તોડવામાં આવતા ન હોવાના પણ આક્ષેપ થતા રહ્યા છે.જેના કારણે કોટ વિસ્તારના રહીશું સેટેલાઈટ , ઇસનપુર, થલતેજ, નારોલ, મણીનગર સહિતના વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે.
તેથી કોટ વિસ્તારમાં હિન્દુ મતદારોની સંખ્યામાં અસામાન્ય ઘટાડો થયો છે ભાજપના આંતરિક સૂત્રોનું માની એ તો દરિયાપુર વિધાનસભા વિસ્તારમાંથી અંદાજે ૨૨૦૦૦ જેટલા હિન્દુ મતદારો બીજા વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે તેમના નામ સરનામાં ભાજપ ના સ્થાનિક નેતાઓ કે કાર્યકરો પાસે પણ નથી
તેથી તેની સીધી અસર મતદાન પર થઈ શકે છે જાે સ્થળાંતર કરી ગયેલા મતદારો ચૂંટણીના દિવસે મત આપવા ન આવે કે તેમને લાવવામાં ન આવે તો પરિણામ પર મોટો ફરક પડી શકે છે એવી જ રીતે ખાડિયાની પોળો માંથી પણ અંદાજે ૯૦૦૦ જેટલા મતદારો બીજા વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે
જેના કારણે જમાલપુર વિધાનસભા પર ફરીથી કબજાે મેળવવાના ભાજપના સપના પૂરા થાય તેમ લાગતા નથી આ કારણોસર જ થોડા દિવસ પહેલા ભાજપના એક ઉચ્ચનેતા એ દરિયાપુર અને ખાડિયાના ઉમેદવારોને રૂબરૂ બોલાવી કે વિડીયો કોન્ફરન્સ મારફતે આડા હાથે લીધા હોવાની વાતો વહેતી થઈ છે
સૂત્રોનું માનીએ તો દરિયાપુરના ઉમેદવારે ચૂંટણીના દિવસે વિસ્તાર છોડી જતા રહેલા મતદારોને ચૂંટણીના દિવસે મતદાન મથક સુધી લાવવા માટે વાહનોની વ્યવસ્થા કરી હોવાનું આશ્વાસન આપ્યું હતું.જ્યારે ખાડિયાનો ઉમેદવારે અંદાજે ૫,૦૦૦ જેટલા મતદારોને યેનકેન પ્રકારે મતદાન મથક સુધી લાવવાની બાહેધરી આપી હતી
પરંતુ આ બંને ઉમેદવારોની બાંહેધરી થી ભાજપ ના અગ્રણી નેતાને કોઈ સંતોષ થયો ન હતો તેમ જ ખાડિયાના ઉમેદવારને વ્યવસ્થિત રીતે પ્રચાર કરવા સુચના આપી હતી જ્યારે દરિયાપુરના ઉમેદવાર કૌશિક જૈન એક એવી વ્યક્તિને લઈને સાથે ફરે છે કે જેઓ ગેરકાયદેસર બાંધકામના ધંધા સાથે સંકળાયેલા છે
તેમને સાથે રાખતા હોવાથી આ વિસ્તારમાં રહેતા પૂર્વ કોર્પોરેટર અને અન્ય નેતાઓ કૌશિક જૈન થી દૂર રહેતા હોવાની વાત પણ ચર્ચા થઈ હતી ભાજપના સૂત્રોનું માનીએ તો ખાડિયા વિધાનસભા માટે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ને હવાલો સોંપવામાં આવ્યો છે
તેમ છતાં શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ અહી દખલગીરી કરતા હોવાથી તેમને પણ હાઈ કમાન્ડ દ્વારા ચીમકી આપવામાં આવી હતી તથા તેમને જે કાર્યભાર સોંપવામાં આવ્યો છે તે તરફ જ ધ્યાન આપવા આદેશ આપ્યા હતા. એકંદરે ખાડીયાઅને શાહપુરવિસ્તારમાં બેફામ થયેલ ગેરકાયદેસર બાંધકામોના કારણે ભાજપની મત બેંક ને અસર થઈ શકે તેમ છે
સ્થાનિક રહીશોનું માનીએ તો પોળોના વેપારીકરણ માટે કોણ જવાબદાર છે તે સર્વ વિદિત છે તેથી ચૂંટણી સમયે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે તેવા કટાક્ષ પણ થઈ રહ્યા છે.