દિલ્હી મેટ્રોના સ્ટેશનો પર G20 સમીટ અગાઉ લાગ્યા ખાલિસ્તાની સૂત્રો
નવીદિલ્હી, ભારતમાં આગામી મહીનામાં જીર૦ સમીટ યોજાવાની છે. આ પહેલાં દિલ્હી મેટ્રોના ઓછામાં ઓછા પાંચ સ્ટેશનો પર ખાલીસ્તાની સંલગ્ન સુત્રો લખવામાં આવ્યા છે. જેમાં ભારત વિરૂધ્ધ સુત્રો લખવામાં આવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે ખાલિસ્તાની સમર્થકો વિરૂધ્ધ એફઆઈઆર નાધેી લે છે. અને તમામ લખાણો ભૂંસી નાખ્યા છે.
દિલ્હી પોલીસના કહેવા મુજબ દિલ્હી પેટ્રોના લગભગ પાંચ સ્ટેશનોની દિવાલો પર દિલ્હી બનશે. ખાલીસ્તાન અને ‘ખાલીસ્તાન જીદાબાદ’ જેવાં સુત્રો લખવામાં આવ્યા છે. આ સુત્રોએ સ્પ્રે પેન્ટથી મેટ્રો સ્ટેશનની દીવાલો પર પેઈન્ટ કરવામાં આવ્યા હતાં. આ મામલામાં દિલ્હી પોલીસ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
દિલ્હી મેટ્રોના અધિકારીએ જ આખો મામલો છે. દિલ્હી પોલીસની તપાસમાં દિલ્હી મેટ્રો સંપૂર્ણ સહયોગ કરશે. અહીયા નોધવું રહયું કે દિલ્હીમાં ૯-૧૯ સપ્ટેમ્બર જી-ર૦ શિખર સંમેલન યોજાશે. આ પહેલાં ખાલીસ્તાની સંગઠને જ આ સુત્રો લખીને માહોલ ખરાબ કરવાની કોશીશ કરી છે.
આ ઘટના પછી દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલ તથા અન્ય જીલ્લાની ટીમો એલર્ટ મોડ પર આવી ગઈ છે. દિલ્હી પોલીસે આ ઘટના પછી કહયું કે આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા મુજબ આ શરમજનક કોશીશ પાછળ જે કોઈ લોકોનો હોય છે. તેમની વિરૂધ્ધ પોલીસ આકરી કાયદાકીય કાર્યવાહી કરશે.