6 રાજ્યમાં 5 સ્થળોએ ખાલિસ્તાની મોડ્યુલો પર દરોડા
(એજન્સી) નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી સંગઠનો અને તેમની સાથે સાઠગાંઠ ધરાવતા ગેંગસ્ટર પર એક પ્રચંડ પ્રહાર કરીને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં એક સાથે પ૧ સ્થળોએ દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. એનઆઈએ દ્વારા આજે સવારથી જ મોટા પાયે એકશન શરૂ કરવામાં આવ્યાં છે.
પંજાબ-હરિયાણા જેવા રાજ્યમાં છુપાઈને બેઠેલા ગેંગસ્ટર્સની સાઠગાંઠ ખાલિસ્તાની આતંકી સાથે હોવાના જાેરદાર પુરાવાઓ હાથ લાગ્યા છે. એવો પણ ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે ખાલિસ્તાની આતંકી મારફતે જ આ ગેંગસ્ટર્સને શસ્ત્રો મળી રહ્યા છે. એનઆઈએના જણાવ્યા અનુસાર, છ રાજ્યમાં ખાસ કરીને ત્રણ મામલામાં લોરેન્સ બિશ્નોઈ, બંબિહા અર્શ ડલ્લા ગેંગના સાગરીતો સંબંધિત પ૧ સ્થળોએ હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
પંજાબના ભટિંડા અને મોગામાં એનઆઈએની ટીમ મોટી કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબ, હરિયાણા અને યુપી જેવાં રાજ્યમાં ગેંગસ્ટર્સ એક્ટિવ છે. આ ગેંગસ્ટર્સને પોતાના કરતૂતોને અંજાર આપવા માટે ફંડિંગની જરૂર હોય છે
અને પાડોશી દેશ પાકિસ્તાની આતંકીઓ દ્વારા તેમને ટેરર ફંડિંગ પુરૂં પાડવામાં આવી રહ્યું હોવાના પણ પુરાવાઓ હાથ લાગ્યા છે. એટલું જ નહીં, ગેંગસ્ટર્સ શસ્ત્રની પોતાની જરૂરિયાત માટે ખાલિસ્તાની આતંકીના સતત સંપર્કમાં છે અને આમ ખાલિસ્તાની આતંકી અને ગેંગસ્ટર્સનું નેક્સસ અને નેટવર્ક દેશ માટે ખતરારૂપ હોવાથી એનઆઈએ દ્વારા આજે મોટો સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસારા, ખાલિસ્તાની આતંકી સાથે સાઠગાંઠ ધરાવતા ગેંગસ્ટર્સના હવાલા ઓપરેટર અને લોજિસ્ટિક કો-ઓર્ડિનેટરની ધરપકડ માટે આજે સ્વારથી જ પંજાબમાં ૩૦, રાજસ્થાનમાં ૧૩, હરિયાણામાં ચાર,
ઉત્તરાખંડમાં બે, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એક-એક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એનઆઈએએ ખાલિસ્તાન-પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને ગેંગસ્ટર્સ નેક્સસ પર અસંખ્ય પુરવા એકત્ર કર્યા છે.