Western Times News

Gujarati News

સાયબર ક્રાઈમે વર્લ્ડ કપને ‘ટેરર કપ’ બનાવવાની ધમકી આપનાર સામે ગુનો નોંધ્યો

ભારત-પાકિસ્તાન હાઈપ્રોફાઈલ મેચને લઈ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર

સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે મેસેજને ટ્રેસ કરીને મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહને ઝડપી લીધા હતા.

અમદાવાદ, ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુનો એક પ્રીરેકોર્ડેડ ઓડિયો વાઈરલ થયો છે,

જેમાં તેણે વર્લ્ડ કપ નહીં પણ ટેરર કપ હશે તેવું કહ્યું છે. આ ગર્ભિત ધમકીભર્યાે ઓડિયો વાઈરલ થતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મોડી રાતે સાયબર ક્રાઈમ પોલીસે ઓડિયો વાઈરલ કરનાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

માર્ચ મહિનામાં જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારે ગુરપતવંતસિંહ પન્નુનો એક પ્રીરેકોર્ડેડ ઓડિયો વાઈરલ થયો હતો, જેનો પર્દાફાશ સાયબર ક્રાઈમની ટીમે કરતાં ગઠિયાઓની ધરપકડ કરી હતી.

૧ જૂન, ર૦ર૦ના રોજ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પન્નુનો એક પ્રીરેકોર્ડેડ ઓડિયો સોશિય્લ મીડિયામાં વાઈરલ થયો છે, જે ાં તેણે પ ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત-પાકિસ્તાન મેચમાં કોઈ અનિચ્છનીય બનાવ કરવાની ગર્ભિત ધમકી આપી છે,

જેને લઈ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેનીય છે કે કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પન્નુ દ્વારા પ્રીરેકોર્ડ કરાયેલો કોલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેણે તેના શીખ ફોર જસ્ટિસ જૂથ વતી ગંભીર પરિણામોની ધમકી આપી છે.

પન્નુએએમ પણ કહ્યું કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે પીએમ મોદી તમે શહીદ નિજ્જરની હત્યા માટે જવાબદાર છો અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. અમારો ટાર્ગેટ પ ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થનાર આઈસીસી વર્લ્ડકપ છે.

આ ઘટનાના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શીખ ફોર જસ્ટિસના સમર્થકો સ્ટેડિયમમાં ઘૂસી જશે. મેચના દિવસે લોકો સલામત રહેવા માગતા હોય તો પોતાના ઘરમાં રહે તેવી ખાલિસ્તાન મૂવમેન્ટ ચલાવતા ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં ધમકી વાઈરલ કરનાર બે શખ્સોને સાયબર ક્રાઈમની ટીમે માર્ચ મહિનામાં મધ્યપ્રદેશથી જડપી લીધા હતા.

બોગસ ટેલિફોન એક્સચેન્જ ઊભું કરીને બલ્કમાં મેસેજ વાઈરલ કરનારનો પર્દાફાશ થયો છે, જેમાં રાહુલ નામના યુવકની ધરપકડ કરાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પહેલાં લોકોમાં ડર ફેલાવવા માટે પ્રીરેકોર્ડેડ મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો,

જેમાં ખાલિસ્તાન મૂવમેન્ટ ચલાવતા ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં એવો ઉલ્લેખ હતો કે મેચના દિવસે લોકો સલામત રહેવા માગતા હોય તો પોતાના ઘરમાં રહે, કેમ કે શીખ ફોર જસ્ટિસના સમર્થકો સ્ટેડિયમમાં ઘૂસી જશે. આ મેસેજને લઈને એક્ટિવ બનેલી સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે મેસેજને ટ્રેસ કરીને મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહને ઝડપી લીધા હતા.

પોલીસે તેમના પાસેથી મેસેજ વાઈરલ કરવા માટે વપરાતા ૧૧ સિમબોક્સ અને ૧૬૮ સિમકાર્ડ કબજે લીધા હતા. નરેન્દ્ર અને રાહુલ પોતાના ઘરમાં જ બોગસ ટેલિફોન એક્સચેન્જ ધરાવતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું છે કે આવા મેસેજ વાઈરલ કરવાના તેમને રૂપિયા મળતા હતા.

પ્રો-ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી છે ત્યારે જ આવા મેસેજને લઈ લોકોમાં ભય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોએ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં પ્રીરેકોર્ડેડ મેસેજ મોટી સંખ્યામાં વાઈરલ કર્યા હતા. તેમણે આવાં ટિ્‌વટ પણ કર્યા હતા. બન્ને યુવકો વિરૂદ્ધ અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શનલ એક્ટ (યુએપીએ) અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.