ખાલિસ્તાનીઓએ UKમાં Kil India રેલીની યોજના બનાવી
લંડન, સપ્તાહના અંતે સાન ફ્રાન્સિસ્કોના ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાવ્યાના થોડા દિવસો પછી, ૮ જુલાઈના રોજ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાની Kill India રેલીને પ્રોત્સાહન આપતું પોસ્ટર ટિ્વટર પર સામે આવ્યું છે.
કેટલાક Unknown ટિ્વટર એકાઉન્ટ્સ કે જેમાં પ્રત્યેકના ૧૦થી ઓછા ફોલોઅર્સ છે, જે બધા જૂન ૨૦૨૩માં બનાવવામાં આવ્યા હતા. બુધવારે આવા એકાઉન્ટ આ મુદ્દાને અનુસરીને જ ટ્વીટનો પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન વિવિધ પત્રકારો કે જે ભારતીય મીડિયા માટે લખે છે તેમને ટેગ પણ કરાયા હતા.
ટ્વીટમાં ૮ જુલાઈના રોજ બપોરે ૧૨ વાગ્યે ખાલિસ્તાન ફ્રીડમ રેલીની જાહેરાત કરતું પોસ્ટર વાયરલ થયું હતું. જે પોસ્ટરમાં યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને ભારતના કોન્સલ-જનરલ ડૉ. શશાંક વિક્રમના ફોટા હતા.
આની સાથે ઉલ્લેખ કરાયો હતો કે લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર રાત્રે ૧૨.૩૦ વાગ્યે આયોજન કરાયું છે. આ પોસ્ટર શીખ ફોર જસ્ટિસ દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેનું નામ તેને બ્લોઝોન કરે છે અને જે અનઓફિશિયલ ખાલિસ્તાન લોકમત પાછળ છે. ડેઝિક્નેટેડ ટેરરિસ્ટ અને ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ૧૮ જૂનના રોજ બે અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
અન્ય એક ટ્વીટમાં શીખ્સ ફોર જસ્ટિસના યુએસ સ્થિત જનરલ કાઉન્સેલ ગુરપતવંત સિંહ પન્નુનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દાવો કરે છે કે, “વૈશ્વિક શીખ સમુદાય પંજાબને આઝાદ કરવા માટે શાંતિપૂર્ણ અને લોકશાહી પ્રક્રિયાની રચના કરી રહ્યો છે.
દરેક ભારતીય રાજદ્વારી, પછી ભલે તે યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અથવા યુરોપિયન દેશોમાં હોય તેઓ નિજ્જરની હત્યા માટે જવાબદાર છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેના પ્રમુખ કુલદીપ શેખાવતે કહ્યું કે પન્નુનને આ પ્રકારની યુક્તિઓથી શું ફાયદો થશે? બર્મિંગહામમાં ભારતીય હાઈ કમિશનર અને અમારા સીજીનું પોસ્ટર સ્પષ્ટપણે તેમની હતાશા દર્શાવે છે. ભારતીય ડાયસ્પોરા તરફથી કોઈ ખાલિસ્તાની સમર્થન નથી અને તે એક ખોટી માહિતી ઝુંબેશની સ્પષ્ટ કહાણી છે જે કેટલાક ગુમરાહ થયેલા શીખો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાચો શીખ ભારત માટે છે અને હંમેશા રહેશે. કેનેડા, યુએસ અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રાજદ્વારીઓના ફોટોગ્રાફ્સ ધરાવતા અને ભારતીય મિશનની બહાર ૮ જુલાઈએ ખાલિસ્તાન રેલીઓને પ્રોત્સાહન આપતા સમાન પોસ્ટરો પણ ઓનલાઇન દેખાયા છે.SS1MS